અંબાજી મંદિરમાં ચાલતી રાજાશાહીને હાઈકોર્ટે ફટકાર લગાવી, હવે બદલાઈ જશે ઇતિહાસ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષો જૂની પરંપરામાં મોટો બદલાવ લાવતો હુકમ કર્યો છે, જેને ઇતિહાસનો સૌથી મહત્વનો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી આસો માસની નવરાત્રિની આઠમની વિશેષ પૂજા અને દર્શનનો અધિકાર માત્ર દાંતાના મહારાજા અને તેમના વંશજો પૂરતો સીમિત હતો, જેનાથી સામાન્ય ભક્તો માટે દર્શન મર્યાદિત રહેતા. હવે ગુજરાત હાઈકોર્ટે આ પ્રથા બદલીને ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી તમામ ભક્તોને આઠમની મહાપૂજા અને દર્શનનો લાભ આપ્યો છે.
આ ચુકાદા બાદ દાંતા રાજવી પરિવારે પ્રતિક્રિયા આપી છે. રાજવી પરિવારના રિદ્ધિરાજસિંહે મીડિયાને જણાવ્યું કે, અમે અમારા હક્ક અને પરંપરા માટે આગળ સુધી લડત ચાલુ રાખીશું. જો કે, કોર્ટના હુકમની સત્તાવાર નકલ ન મળે ત્યાં સુધી વિસ્તૃત ટિપ્પણી ટાળી હતી.
હાઈકોર્ટના આદેશનો અમલ કરવા મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર તૈયારીઓ કરશે. આ નિર્ણયથી લાખો માઈભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે, કારણ કે હવે તેમને આઠમની પવિત્ર પૂજાના દર્શનનો લ્હાવો મળી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
