અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો : બનાસકાંઠા કલેક્ટરે યાત્રિકો માટેની વ્યવસ્થાઓની કરી સમિક્ષા
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો : વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. જેમાં સમગ્ર દેશમાંથી લાખો પદ યાત્રિકો શ્રદ્ધાપૂર્વક માતાના દર્શને આવી ધન્યતા અનુભવતા હોય છે.
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવનાર દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સવલતો અને સગવડો સચવાય એ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ બન્યું છે.

જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અંબાજી મંદિર વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓએ આવનાર પદયાત્રીઓ માટે કરવામાં આવનારી તમામ વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ યાત્રિકો માટેની દર્શન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ, ભેટ કેન્દ્રો વગેરે સ્થળોની મુલાકાત લઇ આયોજન અંગે જરૂરી સમીક્ષા કરવામાં કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
