‘આઇડિઅલ સ્ટેટ’ ગુજરાતમાં સેન્ટર ખોલવાની યોજના કરી રહ્યું છે અમેઝોન
ગાંધીનગર, 3 ઓક્ટોબરઃ વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રિટેઇલર અમેઝોન ભારતમાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા જઇ રહ્યું છે. આ માટે તેણે ગુજરાત પર પસંદગી ઉતારી છે. માહિતી અનુસાર અમેઝોન પોતાનું બીજું ફુલફિલમેન્ટ સેન્ટર ગુજરાતમાં ખોલવા જઇ રહ્યું છે અને આ માટે તે 2 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુએસ બેસ્ડ કંપનીએ આગામી વર્ષે આ સેન્ટરને ઉભુ કરવા માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ટૂંક સમયમાં કંપની બેઠક કરશે તેવું જાણવા મળ્યું છે, જોકે અમેઝોન દ્વારા આ અંગે કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી.

અમેઝોનના ફુલફિલમેન્ટ સેન્ટર્સ અંગે વાત કરવામાં આવે તો હાલ મુંબઇ, બેંગ્લોર, દિલ્હી, ચેન્નાઇ, જયપુર, અમદાવાદ અને તાઉરુ(ગોરેગાંવ)માં છે. જુલાઇમાં અમેઝોને કહ્યું હતું કે વેચાણ અને ગ્રાહકોની વધતી સંખ્યાને જોઇને આગામી કેટલાક વર્ષોમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છેકે આ જાહેરાત ત્યારે કરવામાં આવી હતી, જ્યારે ફ્લિપકાર્ટ દ્વારા 1 બિલિયન ફંડિગની વાત કરી હતી. ગયા અઠવાડિયે સ્નેપડીલે પણ જાપાનીઝ ટેલિકોમ સોફ્ટબેન્ક પાસેથી 627 મિલિયનનું ફંડિંગ મેળવ્યું હતું.
સૂત્રો અનુસાર અમેઝોન ગુજરાતને આદર્શ રાજ્ય તરીકે જોઇ રહ્યું છે, જ્યાં સારો વ્યવસાય, વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી અને ગ્રાહકોની વધતી માંગ છે. માહિતી અનુસાર ગયા મહિને અમેઝોનના સિનિયર એક્ઝિક્યૂટિવ ગુજરાતના નાણા અને એનર્જી મંત્રી સૌરભ પટેલ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને પોતાની યોજના અંગે ચર્ચા વિચારણા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
