Ahmedabad: મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, 5 દિવસ પછી બોયફ્રેન્ડે પણ આપ્યો જીવ
Ahmedabad: પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલી 29 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેના પાંચ દિવસ પછી, તેના 47 વર્ષીય પ્રેમીએ પણ એલિસબ્રિજ વિસ્તારમાં એક હોટલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, તેના પ્રેમી પર મહિલા કોન્સ્ટેબલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક પોલીસકર્મી લલિતા પરમારનો બોયફ્રેન્ડ જશુ રાઠોડ મંગળવારે હોટલ સરગમમાં તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. સુરેન્દ્રનગરના સોલડી ગામનો રહેવાસી જશું રાઠોડ 3 માર્ચના રોજ હોટલમાં ગયો હતો.
ઘટનાની વિગતો આપતા એલિસબ્રિજ પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. ગઢવીએ જણાવ્યું હતું કે, 4 માર્ચની બપોરે હોટલના કર્મચારીએ જશુ રાઠોડના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. હોટલના સ્ટાફે વિચાર્યું કે, રાઠોડ બહાર ગયો છે. જ્યારે તેણે મંગળવારે બપોરે ફરીથી દરવાજો ખટખટાવ્યો અને કોઈએ ન ખોલ્યો, ત્યારે તેણે કંઈક ખોટું થયું હોવાની શંકા થઈ હતી, જે બાદ તેણે તેના સાથીદારને જાણ કરી હતી.
ત્યારબાદ તેઓએ ડુપ્લીકેટ ચાવી વડે દરવાજો ખોલતા જશુ રાઠોડ સીલીંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો.
નોંધનીય બાબત છે કે, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. 29 ફેબ્રુઆરીના રોજ, લલિતા પરમારનો મૃતદેહ તેના પાડોશી દ્વારા લટકતો મળી આવ્યો હતો, જેઓ વાસણા પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. લલિતા પરમાર એક મહિના પહેલા શહેર પોલીસમાં જોડાયા હતા. કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જશુ રાઠોડ લલિતા પરમારને સતત હેરાન કરતો હતો અને નોકરી છોડવા માટે દબાણ કરતો હતો.
લલિતા પરમારે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે, તેણી તેના પરિવારની એકમાત્ર કમાણી કરનારી વ્યક્તિ હતી. જશુ રાઠોડ તેના પર નજર રાખવા માટે અવારનવાર વીડિયો કોલ કરતો હતો. લલિતા પરમાર અને જશુ રાઠોડ એક જ ગામના છે, અને 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. સોમવારે વાસણા પોલીસે જશુ રાઠોડ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધી હતી અને તેને આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે, તેણે કાયદાના ડરથી આત્મહત્યા કરી હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
