અમદાવાદ: ATMમાંથી લાખોની ઉઠાંતરી, ચોરોએ અપનાવી નવી રીત
અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક નવી મોડસ ઓપરેન્ડી જાણવા મળી. તેના દ્વારા એડીસી બેંકના એટીએમમાંથી કોઇ ચોરીના એટીએમની મદદથી પૈસા કાઢી, એટીએમનો પાવર કટ કરવાની ઘટના સામે આવી છે. આ અંગે વધુ વાંચો અહીં
અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક નવી મોડસ ઓપરેન્ડી દ્વારા એડીસી(અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ) બેંકના એટીએમમાંથી કોઇ ચોરીના એટીએમની મદદથી પૈસા કાઢી, એટીએમનો પાવર કટ કરવાની ઘટના સામે આવી છે. આ રીતે પૈસાની ઉઠાંતરી કરનાર ગેંગના માણસો એટીએમમાંથી પૈસા બહાર આવે એટલે તરત જ એટીએમનો પાવર કટ કરી નાંખે છે, જેથી બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડ્યાની એન્ટ્રી કાયદેસરની થતી નથી. જો કે, એટીએમમાં કાર્ડ લોગ થયાની વિગતો મળતા આ ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. એડીસી બેંકના અધિકારી વિપુલભાઇ નાયકે ફરિયાદ નોંધાવી છે કે, એડીસી બેંકના અમદાવાદ સ્થિત કેટલાંક એટીએમમાંથી એટીએમ કાર્ડથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. પરંતુ જે કાર્ડથી નાણાં ઉપાડવામાં આવ્યા તે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડની એન્ટ્રી ન પડી. જો કે એટીએમમાંથી નાણાં ઓછા થઇ ગયા હતા.

આ અંગે એડીસીની ટેકનીકલ ટીમને જાણ થતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ખબર પડી તે આ રીતે લાખો રૂપિયા ઉપડી ગયા હતા. આ પૈસાના ઉપાડ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચાર એટીએમ કાર્ડ, આઇઓબી (ઇન્ડીયન ઓવરસીઝ બેંક) અને એક્સીઝ બેંકના એટીએમ કાર્ડનો ઉપયોગ થયો હતો. આ નાણાં તા. 29મી સપ્ટેબર 2017થી તા. 6 નવેમ્બર 2017 દરમિયાન ઉપાડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચના એડીશનલ ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડી આવી છે, જેથી અમે તપાસ શરૂ કરી છે. અમે એડીસીના એટીએમની ટીમ સાથે મળીને તપાસ કરીશુ. સાથોસાથ અમારી પાસે એટીએમ લોગ કર્યાની વિગતો છે, જેથી મૂળ સુધી પહોંચી શકીશુ. આ કામમાં કોઇ આંતર રાજ્ય ગેંગ પણ સંડોવાયેલી હોઇ શકે છે. ત્યારે ઉપયોગ થયેલા કાર્ડ ચોરીના છે કે કાર્ડના માલિક દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
