સાણંદના કલાણા ગામે સોશિયલ મીડિયા પોસ્ટથી અથડામણ, 40 થી વધુ શંકાસ્પદોની અટકાયત
અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને લીધે બે જૂથો સામસામે આવી જતાં ભારે તણાવ સર્જાયો હતો.
સોમવાર રાતથી શરૂ થયેલો આ વિવાદ મંગળવાર સવાર સુધી ચાલ્યો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો.

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્ય એસપી અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ગામમાં ફેલાયેલી અશાંતિ અને ડરના માહોલને કારણે અનેક રહિવાસીઓ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કેટલીક પોસ્ટને લઈને આ વિવાદ વકર્યો હતો. સોશિયલ મીડિયાના ઝઘડાએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બંને જૂથો દ્વારા એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા.
પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ગામમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 40 થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસનું કહેવું છે કે સ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
હિંસામાં સંડોવાયેલા તમામ તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
