સોનુ...AMC પર ભરોસો નઇ કે! સોશ્યલ મીડિયા પર અમદાવાદીઓ
સોશ્યલ મીડિયા પર અમદાવાદીઓ લઇ રહ્યા છે વરસાદની મજા. ભારે વરસાદને કંઇક આ રમૂજી ટ્વિટ સાથે વધાવી રહ્યા છે લોકો. વિગતવાર વાંચો અહીં.
અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે પણ તેમ છતાં ગંભીર મુદ્દાઓને પણ હળવાશથી લેતા અમદાવાદીઓને સારી રીતે આવડે છે તે વાત સોશ્યલ મીડિયા પરથી જાણી શકાય છે. સવારથી ટ્વિટર પર #Ahmedabadrain જેવા કેટલાક હેશટેગ ચાલી રહ્યા છે. જેમાં કોઇ અમદાવાદ નગરપાલિકાની ખેંચી રહ્યું છે તો કોઇ વખાણી પણ રહ્યું છે. સાથે જ વરસાદ મહેરની અમદાવાદીઓન કંઇ રમૂજી અંદાજમાં માણી રહ્યા છે. કોઇએ સોનું તને એએમસી પર ભરોસા નઇ કે જેવા ગીતો લખીને હસાવી રહ્યું છે તો કોઇ જાદુ બનીને સૂર્ય આવી તેવી ટ્વિટ કરી રહ્યું છે. ત્યારે અહીં જુઓ આટલા ભારે વરસાદ છતાં અમદાવાદીઓ કેવી રીતે વરસાદની મજા લઇ રહ્યા છે....
|
હવે તો કોઇ તડકો મોકલો
છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં વરસાદ છે. ગૃહિણીઓને કપડાં ના સૂકાતા વધારાનું કામ આવી પડ્યું છે. અને પુરુષો ઘરમાં બાંધેલી દોરીઓમાં માથુ ફસાવી રહ્યા છે. તે તમામની વચ્ચે લોકોને હવે સૂરજ યાદ આવ્યો છે. અને કદાચ માટે જાદુના આ ટ્વીટ કરીને રમૂજી રીતે વરસાદને રોકાવાનું કહેવામાં આવી રહ્યું છે.
|
ટ્વિટર પર ગો અવે વરસાદ
એટલું જ નહીં તડકે તપીને કંટાળી ગયેલા અમદાવાદીઓ હવે ભારે વરસાદ પછી પાછો તડકો માંગે છે. સાથે જ અમદાવાદ નગરપાલિકા પર પણ કેટલાક લોકો ટિપ્પણી કરી રહ્યા છે શું આગળ વાંચો.
|
સોનું એએમસી પર ભરોસા નાઇ કેૅ!
તો વળી પાછા અમદાવાદમાં ઠેર ઠેર ખાડા પડતા અને પાણી ભરતા લોકોને સોનું વાળું ગીત યાદ આવ્યું છે. જો કે તેવા પણ કેટલાક લોકો છે જે અમદાવાદ નગરપાલિકા વખાણ કરી રહ્યા છે. કારણ કે સવારથી જ નગરપાલિકાના લોકો ઠેર ઠેર પાણી નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે.
|
અમદાવાદના મેયર
સાથે જ અમદાવાદના મેયર ગૌતમ ભાઇ પણ સવારથી સોશ્યલ મીડિયા પર ક્યાં પાણી ભરાયા અને ક્યાં પાણીના ભરાવનો નિકાલ કરવામાં આવ્યો છે તે અંગેની જાણકારી આપી રહ્યા છે.
|
વરસાદ
જો કે સોશ્યલ મીડિયા પર થઇ રહેલી આવી વિવિધ ટ્વિટ વરસાદમાં ઘરમાં બેસીને કંટાળી રહેલા અનેક લોકોના ચહેરા પર સ્માઇલ જરૂરથી લાવે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
