અમદાવાદ: એમ્બ્યુલન્સને રસ્તો આપવા PM મોદીએ ઉભો રખાવ્યો કાફલો, અમદાવાદથી ગાંધીનગર જઇ રહ્યા હતા PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદીએ અંબાજી મંદીરમાં દર્શન કર્યા હતા. પીએમ મોદીએ આજે એટલે કે શુક્રવારે સવારે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં મેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદીએ અંબાજી મંદીરમાં દર્શન કર્યા હતા. પીએમ મોદીએ આજે એટલે કે શુક્રવારે સવારે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા. તેમના કાફલાને કારણે એક એમ્બ્યુલન્સ ટ્રાફીક જામમાં ફસાઈ ગઈ હતી. આ જોઇ પીએમે પોતાના કાફલાને રોકીને એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા. પીએમ મોદી આવ્યા હોવાથી પ્રોટોકોલ મુજબ પોલીસે રૂટ ક્લિયર રાખવા માટે ટ્રાફીક રોક્યુ હતુ. આ લીધે અનેક જગ્યાએ વાહનોની લાઈન લાગી હતી. આ દરમિયાન પીએમ મોદીને સમાચાર મળ્યા કે તેમના કાફલાના કારણે એક એમ્બ્યુલન્સ ફસાઈ છે, જેના પર પીએમના કાફલાને તાત્કાલિક રોડ કિનારે રોકી દેવાનો આદેશ કર્યો હતો. જે બાદ એમ્બ્યુલન્સ જવા માટે રસ્તો બનાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ આગળ નિકળી જતાં પીએમનો કાફલો ફરી રવાના થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો જે જોઈને લોકો પીએમ મોદીના જોરદાર વખાણ કરી રહ્યા છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi, en route from Ahmedabad to Gandhinagar, stopped his convoy to give way to an ambulance pic.twitter.com/yY16G0UYjJ
— ANI (@ANI) September 30, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો










Click it and Unblock the Notifications
