Ahmedabad plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે Boeing અને Air India એ શું કહ્યું?
Ahmedabad plane crash : અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફલાઇટ AI-171 સાથે થયેલી દુર્ઘટના વિશેની પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ટેકઓફ કર્યા પછી થોડા સમયમાં જ Boeing 787-8 વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચ RUN પોઝિશનમાંથી CUTOFF પોઝિશનમાં જતા વિમાનના એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે ભારે દુર્ઘટના સર્જાઈ.

આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 પૈકી 241 મુસાફરોના મોત થયા હતા અને જમીન પર રહેલા વધુ 19 લોકો પણ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા ચાર દાયકામાં ભારતે જોવી પડી તેવી આ સૌથી ગંભીર વિમાન દુર્ઘટના હતી.
Boeing ના પ્રમુખ અને CEO કેલી ઑર્ટબર્ગે દુર્ઘટનાથી પીડિત પરિવારો માટે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. અમે તપાસમાં તમામ પ્રકારનો સહયોગ આપવાનું વચન આપીએ છીએ.
તેમણે ઉમેર્યું કે, આ દુર્ઘટના અંગેની તમામ અધિકૃત માહિતી ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) દ્વારા જ આપવામાં આવશે. Boeing ભારતની તપાસ એજન્સી સાથે મળીને કામગીરી કરશે.
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં રિપોર્ટને સ્વીકારી સંકેત આપ્યો કે કંપની તમામ સંબંધિત એજન્સીઓ સાથે મળીને કામગીરી કરી રહી છે. AI-171 દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોની સાથે અમે પૂરી સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અને જરૂરી તમામ સહયોગ આપવા પ્રતિબદ્ધ છીએ.
વિમાનન વિશેષજ્ઞોનું માનવું છે કે ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચનો ખસેડવું સામાન્ય રીતે ઈચ્છિત ક્રિયા હોય છે અને આ અચાનક અથવા અકસ્માતે દબાઈ જાય તે સંભાવના બહુ ઓછી છે. આ સ્વીચમાં સુરક્ષા માટે બે બ્રેકેટ તેમજ સ્ટોપ-લૉક મિકેનિઝમ હોય છે, જેના કારણે કોઈ પણ મેન્યુઅલ હલનચલન માટે પહેલા સ્વીચને ઊંચું કરવું પડતું હોય છે.
હાલમાં રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે આ સ્વીચ પાયલટ દ્વારા જાણે જોઈને બદલવામાં આવ્યા હતા કે નહિ. આવનારા મહિનાઓમાં તપાસ વધુ ઊંડાણમાં જઈને હકીકત સામે લાવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
