અમદાવાદમાં મંદિર માટે પાટીદારોએ ત્રણ કલાકમાં દાન કર્યા 150 કરોડ
ગુજરાતમાં પાટીદારોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (વીયુએફ) એ રવિવારે અમદાવાદમાં મંદિર બનાવવા માટે ત્રણ કલાકમાં 150 કરોડનું દાન ભેગુ કરી દીધુ.
ગુજરાતમાં પાટીદારોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (વીયુએફ) એ રવિવારે અમદાવાદમાં મંદિર બનાવવા માટે ત્રણ કલાકમાં 150 કરોડનું દાન ભેગુ કરી દીધુ. રવિવારે પાટીદાર સમાજના લોકોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બેઠક બોલાવી હતી. બેઠકમાં અમદાવાદમાં 40 એકરમાં બનનાર ઉમિયામાતાનું મંદિર અને કમ્યુનિટી કોમ્પ્લેક્સ માટે દાન આપવાની વાત કહેવામાં આવી ત્યારબાદ ત્રણ કલાકમાં 150 કરોડ રૂપિયા દાન આવ્યુ.

અમદાવાદમાં આ મંદિર 1000 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂરો થવાનો છે. અહીં ઉમિયા માતાનું મંદિર, હોસ્પિટલ, રમતગમત કોમ્પ્લેક્સ, કોલેજ અને હોસ્ટેલ બનાવવામાં આવશે. અમેરિકામાં રહેતા વેપારી અને આ પ્રોજેક્ટના કોર્ડિનેટર સી કે પટેલે જણાવ્યુ કે ઉમિયા ફાઉન્ડેશે 100 કરોડ રૂપિયા ભેગા કરવાની અપીલ કરી હતી પરંતુ ત્રણ જ કલાકમાં 150 કરોડ રૂપિયાનું દાન મળ્યુ.
સી કે પટેલે જણાવ્યુ કે કેટલાક વર્ષો પહેલા મહેસાણાથી મુંબઈ આવેલા એક પટેલ પરિવારે 52 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. 51 કરોડ આપનારા મંગલ પટેલ અને નારણ પટેલ મુંબઈમાં પ્રોપર્ટીનો બિઝનેસ કરે છે. પરિવારનું કહેવુ છે કે તેમણે ઉમિયા માતાના મંદિર માટે સાત વર્ષ પહેલા ગોરેગાંવમાં પણ જમીન દાનમાં આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
