ભાઈના અંગદાનથી ઘણા લોકોને નવજીવન, બ્રેઈન ડેડ દર્દીના પરિવારનો પ્રશંસનીય નિર્ણય
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના ઉત્તમ ઉદાહરણની સાક્ષી બની છે. બ્રેઈન ડેડ જાહેર થયેલા 25 વર્ષીય યુવાન જય વિપુલભાઈ પટેલના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો અત્યંત હૃદયસ્પર્શી અને પ્રશંસનીય નિર્ણય લીધો છે.
આ દાન થકી બે કિડની, એક લીવર, એક સ્વાદુપિંડ અને બે આંખો મળી છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. આ ઘટના સિવિલ હોસ્પિટલમાં થયેલું 210મું અંગદાન છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં કુલ ત્રણ અંગદાન નોંધાયા છે, જેમાંથી આ ત્રીજું અંગદાન છે. આ આંકડો અંગદાન પ્રત્યે વધતી જાગૃતિ અને સિવિલ હોસ્પિટલની સક્રિય ભૂમિકા દર્શાવે છે.
મૂળ દસકોઈ તાલુકાના વહેલાલ ગામના વતની જય પટેલ રણુંજા દર્શન કરીને પરત ફરતી વખતે જોધપુર નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને પ્રથમ જોધપુર અને ત્યારબાદ અમદાવાદની હાર્મની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
આ દુઃખદ સમયે જયની બે બહેનો, હીનલબેન અને મીનલબેને અસાધારણ હિંમત દાખવી અને તેમના ભાઈના અંગોનું દાન કરવાનો મહાન નિર્ણય લીધો હતો. તેમણે પિતા વિપુલભાઈ અને કાકા કૌશિકભાઈને પણ સમજાવ્યા, જેમણે પોતાના વ્હાલસોયા પુત્રના અંગોનું દાન કરીને તેને જીવંત રાખવાનો નિર્ણય કર્યો
આ દાનથી મળેલ બે કિડની, એક લીવર અને એક સ્વાદુપિંડ સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જ્યારે દાનમાં મળેલી બે આંખોને એમ એન્ડ જે આઈ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલે કુલ 696 અંગોનું દાન મેળવ્યું છે, જેના થકી 674 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. આમાં 384 કિડની, 185 લીવર, 68 હૃદય, 34 ફેફસાં અને અન્ય અંગોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ ભારતમાં અંગદાનને પ્રોત્સાહન આપવામાં સિવિલ હોસ્પિટલના અગ્રણી યોગદાનને ઉજાગર કરે છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના ઉત્તમ ઉદાહરણની સાક્ષી બની છે. બ્રેઈન ડેડ જાહેર થયેલા 25 વર્ષીય યુવાન જય વિપુલભાઈ પટેલના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો અત્યંત હૃદયસ્પર્શી અને પ્રશંસનીય નિર્ણય લીધો છે.
આ દાન થકી બે કિડની, એક લીવર, એક સ્વાદુપિંડ અને બે આંખો મળી છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. આ ઘટના સિવિલ હોસ્પિટલમાં થયેલું 210મું અંગદાન છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં કુલ ત્રણ અંગદાન નોંધાયા છે, જેમાંથી આ ત્રીજું અંગદાન છે. આ આંકડો અંગદાન પ્રત્યે વધતી જાગૃતિ અને સિવિલ હોસ્પિટલની સક્રિય ભૂમિકા દર્શાવે છે.
મૂળ દસકોઈ તાલુકાના વહેલાલ ગામના વતની જય પટેલ રણુંજા દર્શન કરીને પરત ફરતી વખતે જોધપુર નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને પ્રથમ જોધપુર અને ત્યારબાદ અમદાવાદની હાર્મની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
આ દુઃખદ સમયે જયની બે બહેનો, હીનલબેન અને મીનલબેને અસાધારણ હિંમત દાખવી અને તેમના ભાઈના અંગોનું દાન કરવાનો મહાન નિર્ણય લીધો હતો. તેમણે પિતા વિપુલભાઈ અને કાકા કૌશિકભાઈને પણ સમજાવ્યા, જેમણે પોતાના વ્હાલસોયા પુત્રના અંગોનું દાન કરીને તેને જીવંત રાખવાનો નિર્ણય કર્યો.
આ દાનથી મળેલ બે કિડની, એક લીવર અને એક સ્વાદુપિંડ સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જ્યારે દાનમાં મળેલી બે આંખોને એમ એન્ડ જે આઈ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલે કુલ 696 અંગોનું દાન મેળવ્યું છે, જેના થકી 674 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. આમાં 384 કિડની, 185 લીવર, 68 હૃદય, 34 ફેફસાં અને અન્ય અંગોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ ભારતમાં અંગદાનને પ્રોત્સાહન આપવામાં સિવિલ હોસ્પિટલના અગ્રણી યોગદાનને ઉજાગર કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications