અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન, એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતા અને સેવાના ધામ તરીકે ઊભરી આવી છે. હોસ્પિટલને ગાંધીનગરના કલોલના રહેવાસી, ૩૦ વર્ષીય યુવાન રાહુલભાઈ મકવાણાના અંગદાનથી ૨૧૩મું અંગદાન પ્રાપ્ત થયું છે.
રાહુલભાઈના નિધન બાદ તેમના પરિવારે લીધેલા આ હૃદયસ્પર્શી નિર્ણયથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના અંગદાનમાં એક લીવર, બે કિડની અને બે ચક્ષુનો સમાવેશ થાય છે.

રાહુલભાઈ મકવાણા દિવસ દરમિયાન જીમમાં સફાઈનું કામ કરતા અને રાત્રે પેટ્રોલ પંપ પર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ૬ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરીને ઘરે પરત ફરતી વખતે કલોલ નજીક પીયજ ગામ પાસે તેમનો અકસ્માત થયો હતો.
બાઈક પરથી પડી જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને કલોલની સરકારી હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી તેમને ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
ઘણા દિવસો સુધી સારવાર ચાલ્યા બાદ ૧૧ સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોએ રાહુલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ દુઃખદ સમયે સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમે તેમના ભાઈ અજયભાઈ અને અન્ય સગાંઓને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું. આ સમજાવટથી પ્રેરાઈને પરિવારે આ હિંમતભર્યો નિર્ણય લીધો અને રાહુલભાઈના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ રાહુલભાઈ અને તેમના પરિવારનો આભાર માન્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે જણાવ્યું કે આ ૨૧૩મા અંગદાન સાથે સિવિલ હોસ્પિટલે અત્યાર સુધીમાં કુલ ૭૦૫ અંગોનું દાન પ્રાપ્ત કર્યું છે.
આ આંકડાઓમાં ૧૫૦ ચક્ષુ અને ૨૪ ચામડી સહિત કુલ ૧૭૪ પેશીઓનો સમાવેશ થાય છે, જે કુલ મળીને ૮૭૯ અંગો અને પેશીઓનું દાન દર્શાવે છે.
આ અંગદાનથી પ્રાપ્ત થયેલા એક લીવર અને બે કિડનીનું પ્રત્યારોપણ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. જ્યારે બે આંખોનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. આ અંગદાનથી ઘણા લોકોના જીવનમાં નવો પ્રકાશ પથરાશે.
જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં થયેલા દાનમાં ૧૮૮ લીવર, ૩૯૦ કિડની, ૧૭ સ્વાદુપિંડ, ૬૮ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૫૦ ચક્ષુ અને ૨૪ ચામડીનો સમાવેશ થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
