સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઈ બનાવાશે, જાણો તેમા શું હશે ખાસ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના પ્રવાસનને વેગ આપવા માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર લંડન આઈની તર્જ પર 'અમદાવાદ આઈ' (Amdavad Eye) બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે રિવરફ્રન્ટની રોનકમાં નવો ચારચાંદ લગાવશે.

સિંગાપોર ફ્લાયર અને લંડન આઈ જેવા આંતરરાષ્ટ્રીય લેવલના આ ઓબ્ઝર્વેશન વ્હીલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદીઓને મનોરંજન માટે નવું નજરાણું મળી રહે અને શહેરમાં પ્રવાસન વધે તેવા મુખ્ય હેતુ સાથે રિવરફ્રન્ટ પર આ ખાસ પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે.
આ નવું આકર્ષણ કાંકરિયા લેકફ્રન્ટ, અટલ બ્રિજ અને શહેરના અન્ય હેરિટેજ સ્થળોની યાદીમાં સામેલ થશે, જેનાથી રિવરફ્રન્ટની ભવ્યતામાં મોટો વધારો જોવા મળશે.
રિવરફ્રન્ટની પશ્ચિમ દિશામાં હાલમાં કાર્યરત ગ્લો ગાર્ડનને મળેલી સફળતા બાદ, હવે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ બે નવા ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે.
નવા ગ્લો ગાર્ડન માટે બજેટમાં 20 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે, જેમાં અદ્યતન LED લાઇટિંગ, પ્રાણીઓના આકારો અને સેલ્ફી પોઈન્ટ્સ જેવા અનેક આકર્ષણો હશે.
AMC દ્વારા રજૂ કરવામાં આવેલા કુલ 18,518 કરોડના બજેટમાં 11,082 કરોડ રૂપિયા માત્ર વિકાસલક્ષી કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
