અમદાવાદઃ કોરોના વાયરસથી થતા મોતના આંકડાઓમાં સામે આવી તંત્રની પોલંપોલ

ગુજરાતના અમદાવાદમાં મોતના આંકડાઓ બાબતે મોટી પોલંપોલ સામે આવી છે

દુનિયાભરમાં અત્યારે કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. કોરોના સંક્રમિત લોકો અને કોરોનાથી થયેલ મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલ મોત અને સંક્રમિતોના આંકડા રોજેરોજના રેકૉર્ડ તોડી રહ્યા છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં મોતના આંકડાઓ બાબતે તંત્રની મોટી પોલંપોલ સામે આવી છે.

corona

માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાથી થયેલ મોતના આંકડા અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયેલ કોરોના સંક્રમિતોના આંકડામાં ઘણો મોટો તફાવત દેખાઈ રહ્યો છે. દિવ્યભાસ્કરમાં જણાવાયેલ વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ છેલ્લા 13 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ લોકોની સંખ્યા 79 છે પરંતુ વિવિધ વિસ્તારોના સ્મશાનની યાદી મુજબ આ જ 13 દિવસમાં 329 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપાલ કૉર્પોરેશનના આંકડા મુજબ 1 જુલાઈએ કોરોનાથી 8 મોત થયાની માહિતી આપી હતી પરંતુ વિવિધ વિસ્તારોમાં સ્મશાનમાં 27 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે મુજબ 4 જુલાઈથી 13 જુલાઈ વચ્ચેના આંકડાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે જે તંત્રની પોલંપલ ખુલ્લી પાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X