Ahmedabad : નારોલમાં ઝેરી ગેસ ગળતરની ઘટનામાં 2 કર્મચારીઓના મોત
Ahmedabad : અમદાવાદમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વધુ એક વખત ગેસ ગળતરની ઘટના બની છે. આ ગેસ ગળતરની ઘટનામાં ફેક્ટરીના બે કર્મચારીઓના મોત થયા છે અને 7થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
અમદાવાદના નારોલ ઈન્સ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બનેલી આ ઘટનામાં બે લોકના મોત થયા છે અને જે સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા છે. સાતમાંથી ચાર લોકોની હાલત હાલ ગંભીર છે.

નારોલ સ્થિત દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં કેમિકલ લીક થયુ હતુ, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ ગળતરની અસર થઈ હતી. ઘટના બનતાની સાથે 108 એમ્બુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલ થયેલા કર્મચારીઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ ફેક્ટરી ખાતે પહોંચી હતી અને ગેસ લિકેજ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે ફાયર બ્રિગેડની સાથે જ GPCB, પોલીસ સહિતનો કાફલો ફેક્ટરી ખાતે પહોંચ્યો હતો.
ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડમાં સવારે ગેસ ગળતર થયુ હતું, ફેક્ટરીમાં સલ્ફ્યુરિક એસિડ કામમાં લેવામાં આવતું હતુ ત્યારે આ ઘટના બની હતી.
સ્લફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થઈ રહ્યું હતુ ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે તેનું રિએક્શન થયું હતું અને ત્યારબાદ ગેસ લિકેજની ઘટના બની હતી.
આ સમયે કંપનીમાં કામ કરતા નવ લોકો બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે મણિનગર સ્થિત LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવમાંથી હોસ્પિટલના ડૉક્ટરે બે કર્મચારીઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણકારી મળતા ડિવિઝન ફાયર ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસર ફેક્ટરી પહોંચ્યા હતા અને ગેસ ગળતર બંઘ કરાવ્યુ હતુ.
મૃતકના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે ફેક્ટરીમાં કર્મચારીઓને સેફ્ટીના સાધનો પૂરા પાડવામાં આવતા નથી અને ફેક્ટરીના માલિકો દ્વારા કોઈ સલામાતીના ધોરણો મુજબ કામ કરાવવામાં આવતુ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
