કૃષિમંત્રી રાઘવજી પટેલે સોલર પાવર યૂનિટની નવી યોજનાનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ

રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવાના મક્કમતા સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિ

રાજ્યના ખેડૂતોને આવક બમણી કરવાના મક્કમતા સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

RAGHAVAJI PATEL

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેડળની ડબલ એન્જીની રાજય સરકાર દ્વારા ખેડૂતોના સોનેરી મુલક પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓ થી રક્ષણ આપવા માટે આ નવીન યોજના શરૂ કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે, રાજયમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતો ને સહાયરૂપ થવા માટે રાજય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩૦૭૦ ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂપિયા૧૫,૦૦૦/- મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.

કૃષિમંત્રી એ ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ HDPE (High Density Poly Ethylene) માર્કવાળા પ્લાસ્ટિકના ડ્રમ (૨00 લિટર) તેમજ ૧0 લિટરના બે ટોકર(ટબ) કીટ ખરીદ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રૂ ૧૪૧ કરોડની મંજૂરી મળી છે. જે હેઠળ અંદાજિત ૭.૦૦ લાખ ખેડૂત લાભાર્થીઓને કીટની ખરીદ કિમત અથવા રૂ.૨૦૦૦/- લેખે સહાય આપવામાં આવશે. આ યોજના માટે i-khedut પોર્ટલ મારફત ૧૩.૯૨ લાખ અરજી મળી છે. જેનો ડ્રો કરી દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને અગ્રતા ક્રમ આપી કિટ ખરીદી માટે પુર્વ મંજુરી આપવાનો આજથી શુભારંભ કરાયો છે.

કૃષિમંત્રી એ ઉમેર્યું કે, ખેડૂતોને ગુણવતાવાળા અને વ્યાજબી કિંમતવાળા રાસાયણીક ખાતરો, ગુજરાત એગ્રો દ્વારા ઉત્પાદીત જૈવિક પ્રવાહી ખાતરો, જંતુનાશક દવાઓનુ વિતરણ, આધુનિક વૈજ્ઞાનિક ખેત પધ્ધતીની માહીતી તેમજ રાજય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનુ અમલીકરણ સઘન રીતે થાય એ માટે રાજયમાં નવા ૫૫ ઉમેદવારોને નવીન એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવાની મંજુરી આજે આપવામાં આવી છે. જે સેન્ટરો આજથી કાર્યરત થઈ જશે. હાલ રાજ્યમાં કુલ: ૧૪,૦૦ થી વધુ એગ્રી બિઝનેશ સેન્ટરો અને એગ્રી સર્વિસ સેન્ટરો કાર્યરત છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રીના હસ્તે સોલાર ફેન્સીંગ યુનિટ, ડ્રમ ટોકર યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો,એગ્રો સેન્ટરના મંજૂરી પત્રો તથા બાગાયત અધિકારી વર્ગ-૨ના અધિકારીઓને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ નિયામક એસ.જે.સોલંકી, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી. ડી.કે.પારેખ,ભારતીય કિસાનસંધના હોદ્દેદારો સહિત રાજયના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત લાભાર્થી ખેડૂતો તથા જિલ્લા મથકોએ પણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને ખેડૂતો વિડીયોકોન્ફરન્સીંગના માધ્યમથી સહભાગી બન્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X