નર્મદા જિલ્લામાં કૃષિ મેળો, પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું
Agriculture News : ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત નર્મદા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે નાંદોદ ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ એપીએમસી ગરૂડેશ્વર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ગરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત-મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો છે. ત્યારે સૌએ પ્રાકૃતિક ખેતી માટે ગાય આધારીત ખેતી અપનાવી જોઈએ, જેના થકી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય. આ સાથે સ્વાસ્થ્યને લઈને રોગ પ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે.
વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃત્તિક ખેતી અપનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને સરકાર દ્વારા વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક યોજનાઓ પણ ઉપલબ્ધ કરાઈ રહી છે. ત્યારે પ્રાચીન ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલે પણ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.
ગરુડેશ્વર તાલુકાના ઈંદ્રર્વણા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ તડવીએ પોતાના અનુભવો રજૂ કરતાં જણાવ્યું કે, 6 વર્ષથી પ્રાકૃત્તિક ખેતી અપનાવી રહ્યા છે. જેનાથી મને અનેક ફાયદાઓ થયા છે. રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી પ્રાકૃત્તિક ખેતી અપનાવવા મેસેજ આપ્યો હતો. તિલકવાડા તાલુકાના તિલકવાડા ગામના ગોપાલ બારીયાએ પ્રાકૃત્તિક ખેતી અંગે પોતાના પ્રતિભાવો રજૂ કરતાં જણાવ્યું કે, હું પોતે પપૈયા, કેળા અને મરચાની ખેતી કરુ છુ. જેનું વેચાણ વિદેશમાં પણ થાય છે. જેના થકી સારી એવી કમાણી કરી રહ્યો છુ.
આ વેળાએ 06 જેટલા પ્રગતિશિલ ખેડૂતમિત્રોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. જેમા રોશન પટેલને જણાવ્યુ કે, છેલ્લા 5 વર્ષથી દેશી પદ્ધતિ અપનાવીને ખેતરમા પપૈયા, રીંગણ, ટામેટા અને તુવેરની ખેતી કરુ છુ. ત્યારે આજરોજ કૃષિ પરિસંવાદમા આત્મા પ્રોજેક્ટ દ્વારા બેસ્ટ ફાર્મસ એવોર્ડ અને રૂપિયા 10 હજાર પ્રોત્સાહિત ઇનામ આપવામા આવ્યુ હતું.
આ વેળાએ 30 જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌએ બે મીનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત-મિત્રોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ બાદ પ્રાકૃતિક ખેતી અંગે ઝીણવપૂર્વક માર્ગદર્શિક કરતા વિવિધ સ્ટોલના મહાનુભવો સહિત ખેડૂત-મિત્રોએ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ માગતા વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જસીબેન તડવી, કારોબારી અધ્યક્ષ શંકરભાઈ તડવી, તાલુકા પંચાયત સદસ્યો, આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર ડી. કે. શિનોરા, વન વિભાગના આરએફઓ એ. આર. ચૌધરી, સંબંધિત અધિકારી, કર્મચારીઓ, લોકો સહિત ખેડૂતમિત્રો ઊપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
