રાષ્ટ્રીય પાર્ટી બની AAP, આમ આદમી પાર્ટીને શું થશે ફાયદો?
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષની સફરમાં રાષ્ટ્રીય પક્ષોના ચુનંદા જૂથમાં જોડાઈ ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. આ જાણવું પણ
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષની સફરમાં રાષ્ટ્રીય પક્ષોના ચુનંદા જૂથમાં જોડાઈ ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. આ જાણવું પણ જરૂરી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં શાનદાર જીત, હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠકો બાદ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

- માત્ર 10 વર્ષની સફરમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષોના ચુનંદા જૂથમાં જોડાઈ ગઈ છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ AAPને શું ફાયદો થશે અને તેમના માટે રાજકારણની સફર કેટલી સરળ રહેશે. આ જાણવું પણ જરૂરી છે.
- આપને શું થશે ફાયદો?
- રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી આમ આદમી પાર્ટીને એ ફાયદો થશે કે તેમના પક્ષનું ચૂંટણી ચિન્હ સાવરણી કાયમી બની જશે. હવે AAP પાસે સમગ્ર દેશમાં માત્ર એક જ ચૂંટણી ચિન્હ હશે.
- રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યા પછી, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હવે બેલેટ/EVMમાં ઉપર દેખાઈ શકશે.
- આમ આદમી પાર્ટી દેશની રાજધાનીમાં ઓફિસ મેળવી શકશે.
- અત્યાર સુધી આમ આદમી પાર્ટીને મતદાર યાદી મેળવવા માટે થોડા રૂપિયા ખર્ચવા પડતા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટીને દરેક રાજ્યમાં મફતમાં મતદાર યાદી મેળવવાનો અધિકાર રહેશે.
- રાષ્ટ્રીય સ્તરે હવે આમ આદમી પાર્ટી પોતાની યાદીમાં 20થી વધુ સ્ટાર પ્રચારકોનો સમાવેશ કરી શકે છે. હવે આ સંખ્યા વધીને 40 થશે.
- રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટીને હવે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં સામાન્ય લોકોને સંબોધવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમય મળશે.
- આમ આદમી પાર્ટી માટે એક ફાયદો એ થશે કે રાષ્ટ્રીય દરજ્જો ધરાવતી પાર્ટીના અધ્યક્ષ સરકારી આવાસ મેળવવાને પાત્ર છે.
- હવે રાષ્ટ્રીય દરજ્જો મેળવનાર પક્ષના નામાંકન પત્રમાં માત્ર એક પ્રસ્તાવકની જરૂર પડશે.
ઉલ્લેખનિય છેકે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. ભાજપની સુનામી અને તે પણ પીએમ મોદીના ગૃહ રાજ્યમાં, માત્ર 10 વર્ષ જૂની AAP પાર્ટી આ કરી શકી તે કોઈ ચમત્કારથી ઓછું નથી. જો કે આમ આદમી પાર્ટીએ જેમના પર દાવેદારી દાખવી તે મોટા ફેમસ ચહેરાઓ ઉમેદવારો હારી ગયા, પરંતુ પાંચ લો પ્રોફાઈલ ઉમેદવારોએ જીતનો ઝંડો લહેરાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
