બિપરજોય વાવાઝોડામાં પોલીસકર્મીએ 4 દિવસની બાળકીનુ કર્યુ રેસક્યુ, લોકો કરી રહ્યાં છે વખાણ, Video
તોફાની વાવાઝોડું 'બિપોરજોય'એ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણો વિનાશ વેર્યો છે. નીચાણવાળા વિસ્તારો અને ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનની વચ્ચે ગુજરાતની એક મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક મહિલા પોલીસકર્મી ચાર દિવસના બાળકને હાથમાં પકડીને જતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ ટીમ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં પરિવાર અને અન્ય લોકોને સલામત સ્થળે લઈ જતી જોવા મળી રહી છે.

40 સેકન્ડનો વીડિયો ગુજરાતના મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમણે વીડિયોમાં ગુજરાતીમાં કેપ્શન લખ્યું હતું કે, 'સેવા થકી સુરક્ષા સુનિશ્ચિત કરવા ભાણવડનું પ્રશાસન તંત્ર સજગ છે.
પોલીસ તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લેતા બરડા ડુંગરમાં ચાર દિવસ પહેલા પ્રસૂતિ થયેલી માતાને બાળક સાથે સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવી.' ત્યારે આ ટ્વીટને ગુજરાતના પોલીસ મહાનિર્દેશકના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસદળની પ્રશંસા કરવામાં આવી હતી અને લોકોને ખાતરી આપવામાં આવી હતી કે, 'તેઓ સુરક્ષિત હાથમાં છે'.
If you are with #GujaratPolice, you are in absolutely safe hands. @CMOGuj @sanghaviharsh @GujaratPolice https://t.co/EodeDt6iPD
— DGP Gujarat (@dgpgujarat) June 15, 2023
ચક્રવાત બિપરજોયે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક 'ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન' તરીકે લેન્ડફોલ કર્યું હતું. તેને કારણે રાજ્યભરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જીવન અને સંપત્તિના જોખમને ધ્યાનમાં રાખી તંત્રએ ચક્રવાત ત્રાટકે તે પહેલાં જ સંવેદનશીલ નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ એક લાખ લોકોને સ્થળાંતરિત કર્યા હતા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
