'રમખાણ પીડિતોના નામે તિસ્તા ભરી રહી છે પોતાના ખિસ્સા'

ગુલબર્ગ સોસાયટીના લોકોનું કહેવું છે કે તિસ્તાની એનજીઓએ તેમના કલ્યાણના નામે દુનિયાભરમાંથી લાખો રૂપિયાનું ડોનેશન મેળવ્યું. ગોધરાકાંડ બાદ 2002માં ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. દરમિયાન હુમલાખોરોના એક ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં રહેતા એક ખાસ સમુદાયને પોતાનો નિશાનો બનાવ્યા. જેમાં કોંગ્રેસી સાંસદ એહસાન ઝાફરી સહિત 69 લોકોના મોત થયા હતા.
આ સોસાયટીના લગભગ 12 લોકોએ એક સંયુક્ત નોટિસ તિસ્તા સેતલવાડની એનજીઓ સિટિજન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસને મોકલી છે. સાર્વજનિક કરવામાં આવેલી આ નોટિસમાં કહેવાયું છે કે તેમને આરટીઆઇ અંતર્ગત માહિતી મળી છે કે તિસ્તાએ તેમના મકાનોના પૂન:નિર્માણ માટે અને સોસાયટીને મ્યુઝિયમ રૂપે વિકસાવવા દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં દાન એકત્ર કર્યું હતું. લગભગ 63 લાખનું ડોનેશન સીજેપી અને 88 લાખનું ડોનેશન સબરંગ ટ્રસ્ટના ખાતામાં જમા થયું છે. સોસાયટીના લોકોને આમાંથી એક કોડી પણ આપવામાં આવી નથી.
રમખાણ પીડિતોએ શહેરના પોલીસ કમિશ્નરને પણ આની જાણ કરતો પત્ર મોકલ્યો છે. જેમાં તિસ્તાની એનજીઓ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરવામાં આવી છે. તિસ્તાની એનજીઓ દરવર્ષે 28 ફેબ્રુઆરીના રોજ એક કાર્યક્રમ આયોજિત કરે છે જેમાં રમખાણ પીડિતો પ્રત્યે ભાઇચારો પ્રદર્શિત કરવામાં આવે છે. ગુલબર્ગ સોસાયટીના લોકોએ માંગ કરી છે કે આવી એનજીઓ અને બાહરના લોકોને અમારી સોસાયટીમાં પ્રવેશબંધી કરાવવામાં આવે અને આવા કાર્યક્રમ કરતા અટકાવવામાં આવે. તેમણે એવી માંગ પણ કરી છે કે અમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે જેથી અમે આવી કોઇ એનજીઓ વગર રમખાણોમાં માર્યા ગયેલા લોકો માટે શાંતિપૂર્વક પ્રાર્થના કરી શકીએ.
પોલીસ કમિશ્નરને લખેલા આ પત્રમાં એક રમખાણ પીડિતે એવો આરોપ લગાવ્યો છે કે છેલ્લા દસ વર્ષથી આ એનજીઓ ખોટા વાયદા કરી રહી છે. આ એનજીઓ અને બાહરના લોકો અમને ગરીબ દર્શાવી અને અમારી મદદ કરવાના નામે પોતાના ખિસ્સા ભરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
