છોટાઉદેપુરમાં રાજયપાલના સેમીનારના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ!
રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં બોડેલી ખાતે પ્રાકૃતિક ખેતીના અંગેનો સેમીનાર યોજાનાર છે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં બોડેલી ખાતે પ્રાકૃતિક ખેતીના અંગેનો સેમીનાર યોજાનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં આગોતરા આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, મહામહિમ રાજયપાલની આ મુલાકાત સંદર્ભે જિલ્લાના તમામ અધિકારીઓએ પરસ્પર સંકલન કરી સુચારૂ આયોજન થાય એ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવાની રહેશે.

રાજયપાલ છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેના સેમિનારમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે જેથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમીનારનો લાભ એવી વ્યવસ્થા ગોઠવવા માટે તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહએ પણ કાર્યક્રમને અનુલક્ષીને કરવાની થતી કામગીરી અંગે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
રાજયપાલના પ્રાકૃતિક ખેતી અંગેના આ સેમીનારનું સ્થળ, સભામંડપ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતો માટેની બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પ્રોટોકોલ પ્રમાણે કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કાર્યક્રમનું સૂચારૂ આયોજન થાય એ અંગે જિલ્લા વહીવટીતંત્રને સાંકળી લેતી વિવિધ સમિતિઓનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અંગે પણ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ વિગતે માર્ગદર્શન આપ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
