બનાસકાંઠાના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે સંકલન સમિતિની બેઠક મળી
બનાસકાંઠા જિલ્લાની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
બનાસકાંઠા જિલ્લાની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિવારણ માટે યોગ્ય સૂચનો કરવામાં આવ્યા હતા.

સંકલન સમિતિની બેઠકમાં પાલનપુર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા સફાઇ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિયોદર બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા, પીવાના પાણીના પ્રશ્નો સહિત નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. હાલની સીઝનમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પુરતી તકેદારી રાખવા તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવવા જણાવાયું હતુ. આગામી તા. ૨૨, ૨૩ અને ૨૪ જૂન-૨૦૨૨ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ દરમ્યાન એક પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વારકી પારઘી, ધારાસભ્યો શશીકાંત પંડ્યા, નથા પટેલ, શિવા ભૂરીયા, મહેશ પટેલ, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
