ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન પશુઓને થતા ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો
ગુજરાતના પશુપાલકો માટે ગુજરાત સરકારની ઘણી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓના અમલના કારણે ગુજરાતમાં પશુઓના રોગચાળામાં મોટો વધારો થયો છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં પશુધન માટેની પશુ આરોગ્ય સેવાઓ, સઘન પશુ રસીકરણ, કૃમિનાશક સારવાર ઝુંબેશ અને રોગ નિયંત્રણ માટે રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાં કરેલી કામગીરીના પરિણામે પશુઓમાં ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો થયો છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨-૦૩ દરમિયાન પશુઓમાં ૧૬૧ પ્રકારના રોગચાળા નોંધાયા હતા, જેની સામે વર્ષ ૨૦૨૩-૨૪માં માત્ર ૨૯ પ્રકારના પશુ રોગચાળા અને વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિ-માસિક ગાળામાં માત્ર ૦૪ પ્રકારના પશુ રોગચાળા નોંધાયા છે.
તેમણે કહ્યું કે, ભારત સરકારની ૧૦૦ ટકા સહાયથી રાજ્યમાં નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં છે. આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ, લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે.
નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામના ભાગરૂપે ગુજરાતમાં ચોથા રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૫૪ લાખ પશુઓને ખરવા-મોવાસા રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખરવા-મોવાસા ઉપરાંત રાજ્યમાં બૃસેલ્લોસિસ રોગ (ચેપી ગર્ભપાત) સામે પણ રસીકરણની કામગીરીના બે રાઉન્ડ પૂર્ણ થયા છે.
બૃસેલ્લોસિસ રસીકરણના ત્રીજા રાઉન્ડની રસીકરણની કામગીરી માટે ભારત સરકાર દ્વારા ૭.૫૬ લાખ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેની સામે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ ૫.૫૩ લાખ પશુઓમાં રસીકરણ પૂર્ણ થયું છે.
ભારત સરકારના પી.પી.આર. રસીકરણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૬ માસમાં કુલ ૪૪ લાખ ઘેટાં-બકરાંનું પણ રસીકરણ કરી પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
પશુ રોગોના નિયંત્રણ માટે રાજ્યોને સહાય આપવાની યોજના હેઠળ ગુજરાતના ૬૨ લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ કરવામાં આવ્યું છે. સાથો સાથ ગળસૂંઢો જેવા જીવલેણ ચેપી રોગ સામે પશુઓમાં રસીકરણ માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે.
રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પશુધનને કૃમિનાશક સારવાર હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં ૮૮.૭૫ લાખ મોટા પશુઓને આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઈયર ટેગીંગ દ્વારા પશુધનને આગવી ઓળખ આપવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અવ્વલ છે. અત્યાર સુધીમાં ૨૪૬ લાખ મોટા પશુઓ અને ૧૧ લાખ ઘેટાં-બકરા મળીને કુલ ૨૫૭ લાખ પશુઓનું ઈયર ટેગિંગ કરીને તેમને ઓળખ આપવામાં આવી છે. સાથે જ ગત ૬ મહિના દરમિયાન રાજ્યના ૩ લાખથી વધુ પશુઓની તેમજ ઘેટા બકરાના ટોળાની ભારત પશુધન પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
