નાઉરુ ગણરાજ્યના હાઈકમિશનર સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કરી શુભેચ્છા મુલાકાત
ભારતમાં નાઉરુ ગણરાજ્યના હાઈકમિશનના ઉચ્ચાયુક્ત મર્લીન ઈનેમવીન મોસેસે આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત મૈક્રોનેશિયાઈ દ્વીપરાષ્ટ્ર નાઉરુના ભારત ખાતેના ઉચ્ચાયુક્ત મર્લીન મોસેસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રશંસા કરતા કહ્યું કે, વિશ્વના સૌથી નાના સ્વતંત્ર ગણરાજ્ય નાઉરુમાં લોકો માત્ર માઈનિંગ અને માછીમારી જાણે છે. અનાજ સહિત તમામ ચીજ વસ્તુઓ આયાત થાય છે, એટલે મોંઘવારી પણ ખૂબ છે. નાઉરુ પણ આત્મનિર્ભર અને સ્વાવલંબી થવા ઈચ્છે છે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું માર્ગદર્શન ઇચ્છ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિદેશ મંત્રાલયના પરામર્શમાં રહીને નાઉરુમાં ભૂમિ નિષ્ણાત કૃષિ વૈજ્ઞાનિકોને બોલાવી, નાઉરુની જમીનનું સૌપ્રથમ ટેસ્ટિંગ કરાવીને પછી કૃષિ ક્ષેત્રે નિર્ણયો કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફૉસ્ફેટના માઈનિંગની મુખ્ય પ્રવૃત્તિ કરતા ગણરાજ્યને તેમણે વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનું સૂચન કર્યું હતું.
પાણી અને ભૂમિ માટે યોગ્ય સંશોધનો કરીને આગામી પાંચ વર્ષમાં નાઉરુ અન્ન અને જળના સ્વાવલંબનથી આત્મનિર્ભરતાની દિશામાં પ્રગતિ કરી શકશે તેવી શુભેચ્છાઓ તેમણે વ્યક્ત કરી હતી.
મર્લીન મોસેસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ટેકનિકલ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન મેળવીને પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની મારી આ મુલાકાત અત્યંત ઉપયોગી અને ભાગ્યશાળી બની રહી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
