અનોખો પ્રેમ: Lucky કારનો સાથ ન છૂટે તે માટે અમરેલીના આ ખેડૂતે તેને ફૂલોથી શણગારી વાજતે-ગાજતે સમાધિ આપી
Lucky Car: પોતાની લકી વસ્તુ પોતાની સાથે રહે તે માટે લોકો અદભૂત પ્રયત્ન કરતા હોય છે. ઘણી વસ્તુ લોકોના જીવનમાં આવે ત્યારબાદ તેમનું આખુ જીવન જ બદલાઈ જતુ હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો અમરેલીથી એવો સામે આવ્યો છે કે, તમે પણ કહેશો કે આ તો અનોખો પ્રેમ કહેવાય..
વાત જાણે એ છે કે, અમરેલીના લાઠી તાલુકામાં આવેલુ પાડરશિંગા ગામમાં રહેતા એક ખેડૂત પરિવારે તેમની કારને ફૂલોથી સજાવીને સમાધિ આપી હતી. ત્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે લોકોએ કહ્યું, કે કારને શા માટે સમાધિ આપવામાં આવી? કારને તો તમે સેકેન્ડ હેંડ માર્કેટમાં વેચી શકો અને તમે તેના પૈસા મેળવી શકો.
જોકે, પાડરશિંગા ગામમાં રહેતા પરિવારે પોતાની વાહલસોયી કારને વેચી નહીં અને તેને ફૂલોથી સજાવીને વાજતે ગાજતે સમાધિ આપી. આ અંગે પરિવારે જણાવ્યુ હતુ કે, તેમની આ લકી કારે તેમના પરિવારનું આખુ જીવન પલ્ટી નાખ્યુ, પોતાની લકી કાર તેમની પાસેથી ક્યાં જાય નહીં તે માટે તેને સમાધિ આપવામાં આવી.

આ કાર ખેડૂત સંજ્યભાઈ પોરલાએ વર્ષ 2013માં ખરીદી હતી. આ કાર ખરીદ્યા બાદ તેમના જીવનમાં પ્રગતિ થઈ, તેથી તેઓ આ કારને પોતાની લકી કાર માનતા હતા. જેના કારણે તેમને આ કાર વેચવા માંગતા ન હતા.
પોતાની કાર ન વેચવાના નિર્ણય કર્યા બાદ તેમને તેને ગ્રાન્ડ ફેરવેલ આપીને તેની સમાધિ બનાવવાનું નક્કી કર્યું હતું. નક્કી કર્યા બાદ તેઓએ આ કારને પોતાના ખેતરમાં સમાધિ આપી હતી.
સંજ્યભાઈનું માનવુ છે કે, તેમના જીવનમાં આ કાર આવ્યા બાદ તેમનો આર્થિક વિકાસ થયો અને સમાજમાં માન-સન્માન વધ્યું. ખેતી કામ કરવાની સાથે સાથે તેઓ સુરત પહોંચ્યા અને સુરતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. જો કે, કાર તો 10 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો તેથી તેમને કારની સમાધિ બનાવવાનું નક્કી કર્યું.
સંજ્યભાઈએ કારને સમાધિ આપીને સ્મારક બનાવવાનું નક્કી કર્યું,, જેથી તેમણે તેમના ખેતરમાં 10 ફૂટ ઉંડો ખાડો ખોદાવ્યો હતો . સમાધિના પ્રસંગે 1500 જેટલા મહેમાનોને સંજ્યભાઈ આમંત્રણ આપ્યું હતું. કારની સમાધિના પ્રસંગે આસપાસના સાધુ સંતોને પણ બોલાવવામાં આવ્યા હતા.
સંજ્યભાઈના ગામમાં કારનું ઢોલ-નગારાના તાલે સામૈયુ કાઢવામાં આવ્યું હતુ. સંજ્યભાઈના કુટુંબીજનો અને ગામના લોકોએ વાજતે-ગાજતે આ સામૈયામાં જોડાયા પણ હતા.
કારને સમાધિ આપતા પહેલા તેને ફૂલોની માળાથી શણગારવામાં આવી હતી અન અંતિમ વિધિ માફક તેની ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી. તમામ વિધિ કર્યા બાદ કારને સમાધિના ખાડામાં ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ બુલડોઝરની મદદથી તેના પર માટી નાંખવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
