લોકસભા ચૂંટણી પહેલા 1 કરોડની રોકડ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો
Lok Sabha elections 2024: લોકસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનથી ગુજરાતમાં આવી રહેલી કારમાં શામળાજીમાંથી રૂપિયા 1 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.
શામળાજી પોલીસ દ્વારા કારના સિક્રેટ કમ્પાર્ટમેન્ટમાં છુપાવવામાં આવેલા રૂપિયા 1 કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો. પૈસા કબ્જે કર્યા બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
લોકસભાની ચૂંટણીને કારણે સરહદી જિલ્લાની પોલીસ હવે દારૂ અને રોકડ સહિતની કિંમતી ચીજવસ્તુઓની ગેરરીતિ સામે સતર્ક છે. આ દરમિયાન અરવલ્લીની શામળાજી પોલીસે 1 કરોડના જથ્થા સાથે કાર કબજે કરી છે.

કારમાં સિક્રેટ બોક્સ બનાવીને છુપાવીને એક કરોડ રૂપિયા લાવવામાં આવી રહ્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન જ્યારે એક શંકાસ્પદ કાર અંસોલ નજીક ચેકપોસ્ટ પરથી પસાર થતી જોવા મળી હતી, ત્યારે પોલીસે તેને રોકી હતી. કારની ઝડતી દરમિયાન ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાં છુપાયેલ 21 બંડલમાં રાખવામાં આવેલા 1 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી.
શામળાજી પોલીસે કાર ચાલક પર્વતસિંહ શંભુસિંહ રાજપૂતની અટકાયત કરી છે. એએસપી સંજય કેશવાલાએ જણાવ્યું હતું કે, કાર ચાલક રાજસ્થાનના બીલુકા ઘોડા, તાલુકો સલુમ્બરનો રહેવાસી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
