ડીસા બેઠકના રાજકીય ગણીતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકસ
ઉત્તર ગુજરાતનું બિઝનેસ હબ ગણાતું ડીસા શહેર બટાકા સિટી તરીકે વધુ ખ્યાતી ધરાવે છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક એટલે 13 ડીસા વિધાનસભા બેઠક. આ બેઠક પર ઠાકોર અને રબારી સમાજના મતદારોનું વર્ચસ્વ રહેલુ છે.
ઉત્તર ગુજરાતનું બિઝનેસ હબ ગણાતું ડીસા શહેર બટાકા સિટી તરીકે વધુ ખ્યાતી ધરાવે છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક એટલે 13 ડીસા વિધાનસભા બેઠક. આ બેઠક પર ઠાકોર અને રબારી સમાજના મતદારોનું વર્ચસ્વ રહેલુ છે. આ ઉપરાંત ઇત્તર મતદારોમાં માળી, દલિત અને આદિજાતિના મતદારો નિર્ણાયક ભૂમિકામાં જોવા મળે છે.

ડીસા વિધાનસભા બેઠકમાં મુખ્યત્વે ડીસા તાલુકો, કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના 83 ગામો, દિયોદર તાલુકાના 52 ગામો અને કાંકરેજ તાલુકાના 19 ગામ મળીને આ વિધાનસભામાં કૂલ 154 ગામોનો સમાવેશ થાય છે. મતદારોની સંખ્યાની દ્રષ્ટીએ જોવામાં આવે તો, 1.20 લાખ પુરૂષ મતદારો અને 1.10 લાખ સ્ત્રી મતદારો મળીને કૂલ 2.30 લાખ મતદારોનો સમાવેશ થાય છે.
ડીસા વિધાનસભાના ચૂંટણીના પરીણામોમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેસ ભાજપ બાજી મારતી રહી છે. એટલે કે, આ બેઠક પર અટપટું રાજકીય ગણીત રહ્યુ છે. ડીસામાંથી લીલાધર વાઘેલા ભાજપ, કોંગ્રેસ અને જનતા દળમાંથી જીતનારા એકમાત્ર ધારાસભ્ય રહ્યા છે. જો ગત 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ગોવા દેસાઇ સામે ભાજપે શશિકાંત પંડ્યાને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં, ભાજપના શશિકાંત પંડ્યા વિજયી થયા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી યુવા નેતા સંજય રબારીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, ભાજપમાંથી પ્રવિણ માળીને ટિકિટ આપવામાં આવી છે. સંજય રબારી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર છે. ત્યારે, પ્રવિણ માળી ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર છે. આ ચૂંટણીમાં ભાજપના પૂર્વ ઉમેદવાર અને ઠાકોર અગ્રણી લેબજી ઠાકોર અપક્ષ દાવેદારી કરી રહ્યા છે. આમ આદમા પાર્ટીમાંથી શહેરના જાણીતા તબીબ રમેશ પટેલને ટિકિટ આપવામાં આવતાં રાજકીય માહોલ ચતૃષ્કોણીય સર્જાય તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
