ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
જયેશ પટેલે કર્યું સરેન્ડર, વાપીમાં નગરપાલિકાના સભ્યની કારે કર્યો અકસ્માત જેમાં બે મોત થયા. આવા તમામ મહત્વના સમાચાર વિગતવાર વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

100 કરોડની જમીન પચાવી પાડનારો આરોપી ઝડપાયો
જામનગરમાં જાણીતા બિલ્ડર અમરીશ વિનોદરાય મહેતાની 100 કરોડની જમીન પચાવી પાડવાનો કેસ ચર્ચાનો મુદો બન્યો હતો. આ કેસમાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો આરોપી જયેશ પટેલ આજે અચાનક નાટકીય ઢબે જામનગરમાં ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થતા ચકચાર મચી જવા પામી હતી. જયેશ પટેલ કોર્ટમાં પહોંચતાં કોર્ટ પરિસરમાં પોલીસકર્મી , મીડિયા કર્મીઓ અને વકીલોના ટોળા ઊમટી પડ્યા હતા. હાલ જામનગરની ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટે જયેશ પટેલની સરેન્ડરની અરજીના મંજૂર કરી પબ્લિક પ્રોસિક્યૂટર અને પોલીસની દલીલો માન્ય રાખી, આરોપી જયેશ પટેલને એલસીબી પોલીસના કસ્ટડીમાં રાખવા આદેશ આપી દીધો છે.

સાધુના વેશમાં ઢગતો એક વ્યક્તિ ઝડપાયો
મોરબીમાં એક વ્યક્તિ સાધુના વેશમાં સોનુ કરીનો ચમત્કાર બતાવીને લોકોને ઢગતો હતો. પોલીસે આ ઘટનામાં મોરબીથી તેને ઝડપ્યો હતો. તેમજ અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ અત્યાર સુધીમાં આશરે સાડા ત્રણથી 4 લાખથી છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય 3 આરોપીને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદની કરાઈ કેનાલમાં સેલ્ફી લેવા જતા 3 યુવાન ડૂબ્યા
અમદાવાદ કરાઇ કેનાલ પાસે શુક્રવાર સાંજે ત્રણ કિશોર કરાઇ કેનાલ પર સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે જ કિશોરોના પગ કેનાલમાં લપસી પડ્યા તે ડૂબી ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બે કિશોરની લાશ મળી આવી હતી. ઘટનામાં હજી પણ એક કિશોર લાપતા છે. મૃતકોમાં રિતિક દરજી અને રિકિન દરજી જે નાના ચિલોડા અને હાંસોલના રહેવાસી હતા તેમની લાશ મળી આવી છે.

વાપીમાં નગરપાલિકા સભ્યની કારે કર્યો અકસ્માત, 4 ના મોત
વાપીમાં નગરપાલિકાના સભ્ય આરતીબેનની કારે અકસ્માત સર્જયો હતો. જેમાં 2 બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ કારે અન્ય વાહનોને પણ ટક્કરે લેતા અન્ય 2 વ્યક્તિઓના પણ મોત થયા હતા. આ કાર સેલવાસથી વાપી તરફ જઈ રહી હતી તે સમયે ડ્રિવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્મતા સર્જાયો હતો. જોકે નગર પાલિકા સભ્યની કારમાંથી ડ્રાઇવર ફરાર થઈ જતાએ ખબર નથી પડી કે આ કાર કોણ ચલાવી રહ્યું હતુ. પોલીસ તથા સ્થાનિકોએ આ બાબતની જાણ થતા પોલીસ તથા લોકોના ટોળા ટોળા રાત્રે ઘટનાસ્થળે પોહંચ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. અકસ્માત કરીને ફરાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.

ભરૂચ પાસે લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 4ના મોત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કવી નજીક લક્ઝરી બસને અકસ્માત નડતા 4 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.મહારાષ્ટ્રની કવી જૈન દેરાસરના દર્શન કરવા આવેલી બસનો આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
