લેડી ગવર્નર દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
રાજભવનમાં લેડી ગવર્નર દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે આજે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાય છે. રક્તદાન કેમ્પ દરમિયાન ૮૨૫ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.

જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગર, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સૌજન્યથી રાજભવન પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ભારતીય સેના, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સ, ગાંધીનગર પોલીસ, હોમગાર્ડઝ, પૂર્વ સૈનિકો, એન.સી.સી., એન.એસ.એસ., નહેરુ યુવા કેન્દ્ર, લોકપાલ, ગુજરાત વિદ્યાપીઠ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ઉપરાંત અક્ષરધામ, બ્રહ્માકુમારીઝ, રક્તકણિકા ગ્રુપ, ઝાલાવાડી સમાજ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હૉસ્ટના પ્રતિનિધિઓએ રક્તદાન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે લેડી ગવર્નર દર્શના દેવીજીએ રક્તદાતાઓને મળીને આભાર-અહોભાવની લાગણી વ્યક્ત કરી હતી. રક્તદાન કેમ્પ દરમિયાન ૮૨૫ યુનિટ રક્ત એકત્ર થયું છે, જેનું લેબોરેટરીમાં બ્લડ કમ્પોનન્ટમાં વિભાજન કરીને ૨,૪૭૫ દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકશે.
રક્તદાન કેમ્પ દ્વારા એકત્ર કરાયેલું રક્ત સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં રહેશે. રાજભવન ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડૉ. શશાંક સિમ્પીએ આ રક્તદાન કેમ્પના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. તેમણે રાજભવન પરિવાર વતીથી સહુ સ્વયંસેવકો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
