ગુજરાત: રોડ દુર્ઘટનામાં એક જ પરિવારના 7 લોકોની દર્દનાક મૌત
ગુજરાતના છોટા ઉદયપુરમાં બુધવારે એક ભયંકર રોડ દુર્ઘટનામાં એક જ પરિવાર ના 7 લોકોની મૌત થઇ ગયી છે.
ગુજરાતના છોટા ઉદયપુરમાં બુધવારે એક ભયંકર રોડ દુર્ઘટનામાં એક જ પરિવાર ના 7 લોકોની મૌત થઇ ગયી છે. આ આખી દુર્ઘટના ટ્રક અને કાર સામસામે અથડાવવાથી થયી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારના ફુરચા ઉડી ગયા. મળતી જાણકારી અનુસાર મારનારમાં ત્રણ બાળક અને 2 મહિલાઓ પણ શામિલ છે. પરિવાર મધ્યપ્રદેશ ધાર જિલ્લામાં રહેતો હતો અને બાળકના ઉપચાર માટે બરોડા સિવિલ હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. લાશોને કારની બહાર કાઢવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.

પોલીસ ઘ્વારા મળતી જાણકારી અનુસાર ગુજરાતના છોટા ઉદયપુર ના રંગપુરમાં હાઇવે પર આ પરિવાર સેવન સિટર કારમાં જઈ રહ્યો હતો. ઝડપથી જઈ રહેલી કારની ટક્કર સામેથી આવી રહેલા ટ્રક સાથે થયી. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો આગળનો આખો હિસ્સો જ ટ્રકમાં ઘુસી ગયો.
થોડી જ સેકન્ડમાં કારના ફુરચા ઉડી ગયા. આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા બધા જ સાત સદસ્યોની મૌત થઇ ગયી. શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટના પછી ટ્રક ડ્રાઈવર ફરાર છે.












Click it and Unblock the Notifications
