મૂળ દ્વારકાની ગ્રીન સ્કૂલમાં 600 બાળકોને મળે છે પ્રકૃતિનું શિક્ષણ, જાણો શું છે ખાસિયત
ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા જ્યાં પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ મધમધતા મોગરા અને કરેણની સુગંધ તમારા મન-મગજને પ્રફુલ્લિત કરી દે. જ્યાં જ્યાં પણ તમારી આંખ ફરે ત્યાં નજર સમક્ષ ખીલેલા લાલ-પીળા-ગુલાબી ફૂલ તરવરે. શાળાના સમગ્ર મેદાનમાં રહેલું લીલુછમ ઘાસ આંખને શાતા પહોંચાડે છે.
કોડીનાર તાલુકાના મૂળ દ્વારકાની સરકારી ગ્રીન સ્કૂલમાં આ તમામ વસ્તુઓ મળી આવે છે. આ શાળામાં શ્રમભક્તિ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખવાડાય છે. આ રીતે ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના લક્ષ્યમાં મૂળ દ્વારકાની આ સરકારી શાળા પણ પોતાનો ફાળો આપી રહી છે.

પર્યાવરણનું જતન, પ્રકૃતિનું જતનના મંત્રને સાથે લઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સહિતની કેળવણી આપનાર મૂળ દ્વારકાની સરકારી સ્કૂલના આચાર્ય નકુમ અજીતભાઈ માલાભાઈના જણાવ્યા અનુસાર બીજબેંક સહિતની પર્યાવરણલક્ષી પ્રવૃત્તીઓ વડે સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફૂલછોડ-વૃક્ષના ઉછેર સહિત પર્યાવરણની જાળવણીના બીજ રોપાય છે.
શાળામાં દર શનિવારે એક કલાક 'શ્રમભક્તિ' તાસમાં વિદ્યાર્થીઓ ફૂલ-છોડ ઉછેર સહિતની પર્યાવરણલક્ષી કામગીરી કરે છે. વળી કોઈ પાઠમાં કેસૂડા-અરડૂસી વગેરેનો ઉલ્લેખ આવતો હોય તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કેસૂડો-અરડૂસી વગેરે બતાવવામાં આવે છે. એવી જ રીતે જો પાઠમાં ઉલ્લેખ હોય કે, 'સીતામાતા અશોકવૃક્ષની નીચે બેઠા છે' તો શાળાના પ્રાંગણમાં જ આવેલ અશોકવૃક્ષ બતાવવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જ ફૂલછોડ વિશે પ્રેક્ટિકલ સમજ પણ મળી રહે છે.
આ શાળાનું મેદાન જાસૂદ, ચંપો, ગુલાબ, મોગરો, શંખપુષ્પી, કરેણ જેવા ફૂલો તેમજ વેરી ગ્રીન અરેલિયા, ફોરકોપા, રેડ એકાફેરા, જેટ્રોફા જેવા વિદેશી ફૂલો અને અરડૂસી, એલોવેરા, સરગવો, નાગરવેલ જેવી ઔષધિ સહિત ઉંબરો, પીપળો, નારિયેળી, બીલી, બૉટલપામ, લિંબૂડી જેવા ઘેઘૂર વૃક્ષોથી હર્યુભર્યુ બન્યું છે.
અહીં તમામ ફૂલછોડને ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી પાણી પહોંચાડવામાં આવે છે તેમજ ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ વગેરેમાંથી બનતું જીવામૃત કુદરતી ખાતર આપવામાં આવે છે. જેથી કોઈ નુકસાન ન પહોંચે.
આ સ્કૂલની દિવાલો પર પણ વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે. જેથી દરેક વિદ્યાર્થીઓમાં નાનપણથી જ પર્યાવરણ વિશે સમજ કેળવાય. આ રીતે ઉપરોક્ત કાર્ય થકી શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે સમજ આપવામાં આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
