કોસ્ટગાર્ડનમાં 48મા સ્થાપના દિવસ: પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે સમારોહ યોજાયો
48th Foundation Day in Coastguard: તારીખ 1 ફેબ્રુઆરીના ઉપલક્ષ્યમાં આજે કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર 1 ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ગરિમામય સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોસ્ટ ગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.
ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડ રાત-દિવસ રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે. દરિયાઈ સીમા ક્ષેત્રમાં એક પ્રખર પ્રહરી તરીકે ભારતીય કોસ્ટ ગાર્ડે વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે.
રાજ્યપાલે ભગવાન શ્રી રામે સમુદ્રમાં જવા માટે દાખવેલી વીરતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે, વીરતા અને શોર્યને લોકો યાદ રાખે છે. કોસ્ટ ગાર્ડનું કાર્ય પણ વીરતા અને શોર્યનું છે. કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે.

ભારતીય તટ રક્ષકે દેશમાં ઘુસાડવામાં આવી રહેલું રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ભારતની યુવા પેઢીને નુકસાનકારક આ ડ્રગ્સ પકડીને કોસ્ટ ગાર્ડે રાષ્ટ્રની સેવા કરી છે. આવી જ રીતે સમુદ્રમાં ફસાયેલા હર કોઈ નાગરિકને બચાવી સલામત રીતે બહાર લાવવાનું કાર્ય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું અને અન્ય કુદરતી આફતો વખતે કોસ્ટ ગાર્ડના જવાનોએ રાત-દિવસ સેવા કાર્ય કર્યું છે, તે અંગે રાજ્યપાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ભારતીય તટ રક્ષકોએ દરિયાઈ સીમા પ્રહરી ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ અને સ્વચ્છતાની કામગીરી તથા સમુદ્રમાં સંકટમાં મૂકાયેલા લોકોને બહાર લાવવાની મહત્વની કામગીરી કરી છે. આ અંગે રાજયપાલે કોસ્ટગાર્ડના 48મા સ્થાપના દિન પૂર્વે કોસ્ટગાર્ડના તમામ અધિકારીઓ જવાનોને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં કમાન્ડર રિજિયોનલ હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર એ.કે. હરવોલા-TM એ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સતત તેનું સામર્થ્ય વધાર્યું છે, અને આજે દરિયાઈ સીમા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેઓએ ઇન્ડિયન કોસ્ટકાર્ડ પડકારો ઝીલવા સજજ છે, તેમ જણાવી રાષ્ટ્ર સેવામાં સમર્પિત સેવાઓનો ઉલ્લેખ કરી વયમ રક્ષામ: ના સૂત્રને સાર્થક અને ચરિતાર્થ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં 48મા સ્થાપના દિન અંતર્ગત કેક કાપી હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ પરિવારના બાળકો-વિદ્યાર્થીઓએ દેશભક્તિ સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. નેહા કુમારીએ રેતી ચિત્ર દ્વારા કોસ્ટ ગાર્ડનું સામર્થ્ય અને ગૌરવ પ્રસ્તુત કર્યું હતું. કોસ્ટ ગાર્ડના અધિકારીએ ગિટાર સાથે રાષ્ટ્રભક્તિનું ગીત પ્રસ્તુત કર્યું હતું.
આ કાર્યક્રમમાં એડીજી કે. આર. સુરેશ ફ્લેગ નેવી ઓફિસર ગુજરાત નેવલ એરીયા અનિલ જગ્ગી, તેમજ કલેક્ટર કે.ડી લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી .ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તેમજ કોસ્ટ ગાર્ડના સિનિયર અધિકારીઓ જવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
