સુરતઃ 41 વર્ષના ઢગાએ લગ્નની લાલચ આપી 18 વર્ષની છોકરી પર 6 વાર રેપ કર્યો
સુરતઃ 41 વર્ષના ઢગાએ લગ્નની લાલચ આપી 18 વર્ષની છોકરી પર 6 વાર રેપ કર્યો
સુરતઃ સુરતમાં માણસાઈને સરમાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. જયાં 41 વર્ષીય નરાધમે 18 વર્ષની છોકરી પર નજર બગાડી. તેણે છોકરીને છ દિવસ સુધી છોકરીને એક રૂમમાં બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું. જે બાદ પીડિત છોકરી તે શખ્સના ઘર પાસેની ગેરેજમાં બેભાન હાલતમાં મળી આવી હતી. પીડિતાની માતાએ આ મામલે ડૂમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આઈપીસીની કેટલીય કલમો સહિત પોક્સો એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી. આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ મુજબ બળાત્કાર, મારપીટ અને ધોખાબાજીના આરોપી ડૂમસના આભવા ગામમાં રહેતો 41 વર્ષીય શખ્સ મેહુલ રમેશ પટેલ છે. તેને એક દીકરો પણ છે. મેહુલ 18 વર્ષની એક છોકરીને પોતાના પ્રેમ ઝાળમાં ફસાવી અને કહ્યુ કે તેની પત્ની નોકરી કરે છે એટલે બંનેની બનતી નથી. પત્નીથી તલાક લઈ છોકરી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. આવું કહી મેહુલ 20 એપ્રિલના દિવસે 18 વર્ષીય છોકરીને પોતાની સાથે લઈ ગયો.

લગ્ન કરવા માટે તે છોકરી પોતાની સાથે લિવિગ સર્ટિફિકેટ અને જન્મ પ્રમાણપત્ર પણ લઈને આવી હતી, જ્યારે મેહુલે આ બધું જોયુ તો તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી તેની સાથે મારપીટ કરી. બાદમાં છોકરીને એક રૂમમાં બંધકરી કેટલાય દિવસ સુધી તેના પર રેપ કર્યો. 6 દિવસ બાદ છોકરી મેહુલના ઘરની બાજુવાળઆ ગેરેજમા બેભાન હાલતમા મળી આવી હતી.












Click it and Unblock the Notifications
