નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા મરચાં પાવડરમાં થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને રૂ. ૧૦.૪૫ લાખની કિંમતનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરાયો છે.

વધુમાં જણાવ્યાનુસાર આ દરોડા દરમિયાન પ્રાથમિક તપાસમાં ઉમીયા ગોડાઉન વિજાપુર-હિંમતનગર હાઈવે- મુ.તા- વિજાપુર, જી. મહેસાણા ખાતે કૌભાંડ આચરનાર વેપારી મુકેશકુમાર પૂનમચંદ મહેશ્વરી દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર મરચાં પાવડરનુ ઉત્પાદન ફૂડ સેફટી લાઈસન્સ વગર થતું હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડર સાથે લાલ કલરની હાજરી એટલે કે ભેળસેળ જોવા મળી હતી. આ લાલ કલરનો આશરે ૨ કિલોગ્રામ જેટલો જથ્થો સ્થળ પર મળી આવ્યો હતો.
વધુમાં ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા મેજિક બોક્ષ મારફત ફૂડ ટેસ્ટીંગ કીટ દ્વારા સ્થળ પર જ મરચાં પાવડરના જથ્થાની ચકાસણી કરતાં મરચાં પાવડરમાં કલરની હાજરી જણાઈ હતી. કલર ઉપરાંત સ્થળ પરથી મરચાં પાવડર, આખુ લાલ મરચું અને લાલ કલર મળીને કુલ ૦૫ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે બાકીનો આશરે ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૧૦,૪૫,૦૦૦ છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં પણ આ જ વેપારી મુકેશકુમાર પૂનમચંદ મહેશ્વરી પાસેથી જ શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલાઓના નમુનાઓ લેવામાં આવ્યા હતા, જે અનસેફ થતા તેમની સામે નામદાર કોર્ટ, વિજાપુર ખાતે 'ધી ફૂડ સેફટી એક્ટ, ૨૦૦૬' હેઠળના ૨ (બે) ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
