વિદ્યાદીપ વીમારક્ષણ યોજના અંતર્ગત બાર વર્ષમાં 6035 લાભાર્થીઓને 2591 લાખની સહાય ચુકવાઈ
રાજયમાં બાળકો શાળા સુધી પહોંચે તે માટે રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે પણ સરકાર દ્વારા 12 જૂનથી 14 ડૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
રાજયની શાળાઓમાં બાળકોનું 100 ટકા નામાંકન થાય અને પોતાના બાળકોને શાળામાં દાખલ કરવા લોકોને પ્રોત્સાહન મળે એ આશયથી રાજય સરકારે ઘણી યોજનાઓ અમલમાં મુકી છે. આ અંતર્ગત બાળકોને વીમા સુરક્ષા કવચ પૂરૂ પાડતી એવી જ એક પહેલ વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના બાળકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે. છેલ્લા બાર વર્ષમાં આ યોજના હેઠળ ૬૦૩૫ કલેઈમ નોંધાયા છે અને તેના ભાગ રૂપે રાજયના પરિવારોને રૂપિયા 2591 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણના ધ્યેયને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિદ્યાદીપ વીમારક્ષણ યોજના રાજયમાં વર્ષ 2002-2003 થી અમલમાં છે.
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવાના મુખ્ય આશયથી શરૂ કરાયેલી આ યોજનામાં વિમા નિયામક કચેરી તરફથી નક્કી થતા વિમા પ્રિમિયમની રકમ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
દર વર્ષે આ યોજના અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓને આવરી લેવા માટે વીમા નિયામકશ્રીની કચેરીને પ્રિમિયમ ચૂકવામાં આવે છે.
રાજયના બાળકોના પરિવારોનેને આ યોજના હેઠળ વર્ષ 2002-03 થી 2007-08 સુધી વીમા સહાય રૂપિયા 25000 ચૂકવવામાં આવતી હતી. તેમાં બમણો વધારો કરીને વર્ષ 2008-09 થી 50000 ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતતાના કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
