વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 5 વર્ષમાં PMJAY-MA હેઠળ 2 લાખ 95 હજાર દર્દીઓએ હૃદયરોગની મફત સારવાર લીધી
આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાથી ઘણા પરિવારોને લાખોના ખર્ચામાંથી આઝાદી મળી છે અને મોંઘી સારવાર ઉપબલ્ધ થઈ છે.
વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આજે કેટલાક આંકડા સામે રાખી રહ્યા છીએ. ગુજરાત સરકારની માહિતી અનુસાર, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓએ આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ અંતર્ગત મફત સારવાર મેળવી છે. આ લાભાર્થીઓ દ્વારા જમા કરાયેલા ક્લેમ કાઉન્ટની વાત કરીએ તો આ આંકડો 2 લાખ 99 હજારથી વધુ છે.

જણાવી દઈએ કે AB PMJAY-MA હેઠળ, ડાયગ્નોસ્ટિક એન્જીયોગ્રામ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ (CABG), વાલ્વ પ્રોસીજર, પેસમેકર ઇમ્પ્લાન્ટેશન, AICD - ઓટોમેટિક ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયાક ડિફિબ્રિલેટર, ડિવાઇસ ક્લોઝર, ફેમોરલ બાયપાસ અને વેન્ટ્રિક્યુલર પેસિંગ જેવી તમામ પ્રકારની હૃદયરોગની સારવારની સુવિધા આપવામાં આવે છે.
હૃદય સંબંધિત રોગોનું નિદાન અને સારવાર ખૂબ ખર્ચાળ છે. આવા સંજોગોમાં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના રાજ્યમાં એટલી અસરકારક રીતે લાગુ કરી છે કે રાજ્યના ગરીબ પરિવારોને હવે હૃદય સંબંધિત તપાસ અને સારવાર માટે વધુ ફરવાની જરૂર નહીં પડે અને તેમની સારવાર થઈ શકે. AB PMJAY-MA દ્વારા સરળતાથી નિઃશુલ્ક સારવાર મેળવી શકાય છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, વર્ષ 2018 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે રાજ્ય સરકારે AB PMJAY-MA હેઠળ હૃદય રોગની સારવાર માટે 1614 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ગંભીર હૃદયરોગના દર્દીઓને બીજી મોટી સુવિધા પૂરી પાડતા ગુજરાત સરકારે AB PMJAY MA હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાનો પણ સમાવેશ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે.
જણાવી દઈએ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માત્ર એક જટિલ પ્રક્રિયા નથી પરંતુ તેના માટે અત્યંત કુશળતાની પણ જરૂર છે. વધુમાં તે હૃદય રોગ સંબંધિત અન્ય સારવાર પ્રક્રિયાઓની તુલનામાં સૌથી મોંઘી પ્રક્રિયા પણ છે. તેથી AB PMJAY-MAમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાનો સમાવેશ ખૂબ જ સંવેદનશીલ નિર્ણય માનવામાં આવે છે.
સરકારે જુલાઈ 2023માં આવો જ બીજો સંવેદનશીલ નિર્ણય લીધો હતો, જેમાં AB PMJAY-MA હેઠળ ઉપલબ્ધ હેલ્થ કવરની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરી હતી.
ગુજરાતની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકો PMJAY અંતર્ગત હૃદયરોગની તપાસ અને સારવારની સુવિધાનો લાભ લેવા ગુજરાતમાં આવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષના આંકડાની વાત કરીએ તો, હૃદયરોગની સારવાર માટે ગુજરાતમાં આવેલા 9800 થી વધુ લાભાર્થીઓ એવા હતા કે જેઓ દેશના અન્ય રાજ્યોમાંથી સારવાર માટે ગુજરાતમાં આવ્યા હતા. મધ્યપ્રદેશના જ 6800 હૃદયરોગના દર્દીઓ છે જેમણે ગુજરાતમાં AB PMJAY હેઠળ હૃદયરોગની મફત સારવાર મેળવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
