ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
ગોધરામાં બસ પલટી ખાતા 2ના મોત, રાજ્યમાં 76 એડિશનલ કલેક્ટરની બદલી, શંકર સિંહ ચૌધરીની ડિગ્રીનો મામલે FIR જેવા ગુજરાતના તમામ મહત્વના સમાચારો વાંચો અહીં...
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો તો ઉડી જૂની ચલણી નોટો
પોરબંદરથી રાજકોટ બેંકમાં જૂની નોટો જમા કરાવવા જઈ રહેલા ઈન્ડીયન બેંકના મેનેજર વિજય ઓમપ્રકાશ મીના તેમના ડ્રાઈવર જય સોલંકી સાથે સ્વીફ્ટ કારમાં નીકળ્યા હતા ત્યારે ટ્રક સાથે અક્સમાત સર્જાતા ગાડી ખરાબ રીતે ચગદાઈ ગઈ હતી અને ગાડીમાંથી 39,50,000 ની રોકડ રકમ ભરેલી બેગ તૂટી જતા રસ્તા પર રૂપિયા 500 અને 1000 ના દરની નોટો ઉડી હતી. ઘટનામાં ઈન્ડિયન બેંકના મેનેજર અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા હતા.

શંકર ચૌધરીની બોગસ ડિગ્રી મામલે ગુનો જણાય તો FIR નોંધો: HC
આરોગ્યપ્રધાન શંકર ચૌધરીની બોગસ ડિગ્રી મામલે એફઆઇઆર નોંધવા હાઇકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે રાધનપુર પોલિસને યોગ્ય જણાય તો એફઆઇઆર કરવા માટેનો આદેશ પણ કર્યો છે. પીટીશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે શંકર ચૌધરીની એમબીએની બનાવટી ડીગ્રી છે અને તે મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી. રાધનપુર પોલિસ ફરિયાદ નોંધવામાં ધાંધિયા કરતી હોવાથી ડીએસપીને પણ જાણ કરાઇ હતી. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમાં હાઇકોર્ટે યોગ્ય જણાય તો એફઆઇઆર કરવા આદેશ કર્યો છે.

કલોલમાં વરઘોડો નીકળવાનો હતો તે પહેલા ભભૂકી ઉઠી આગ
કલોલમાં ફિલ્મ "વિવાહ" જેવી ઘટના બની હતી. જેમાં વરઘોડો નીકળવાનો હતો અને બધાજ લોકો તેના કલાકો અગાઉ ઉત્સાહમાં હતા ત્યારે આગ લાગતા લગ્નનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો કલોલના આંબેડકર નગરમાં બનેલી ઘટનામાં ગરીબ પરિવાર માંડ માંડ લગ્ન માટે નાણા એકઠા કર્યા હતા ત્યારે અચાનક જ આગ લાગી હતી. જોકે સ્થાનિક સમિતિના કાર્યકરો તેમજ ફાયરે આગ બૂઝાવી હતી. પણ લગ્નનો સામાન ભસ્મીભૂત થઈ જતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

રાજ્યમાં 76 એડિશનલ કલેક્ટરની મોડી રાતે બદલી
રાજ્યના 76 એડિશનલ કલેકટરની બદલી કરવામાં આવી છે તેમજ ગુજરાતના ડેપ્યુટી કલેક્ટરને પ્રમોશન અપાયા છે અને 23 જેટલા એડિશનલ કલેક્ટરને પોસ્ટિંગ આપ્યા છે. રાજ્યના 23 એડિ.કલેકટર્સ પોસ્ટીંગની રાહ જોઈને બેસ્યા હતા. આખરે તેમના પોસ્ટીંગ કરાયા છે. અનેક જિલ્લાના એડિશનલ કલેકટરોમાં પણ ફેરફાર કરાયા છે. તેમજ કેટલાક જિલ્લાના રેસિડન્ટ કલેકટરો પણ બદલાયા છે.

ગોધરામાં લક્ઝરી બસે પલટી ખાતા બેનાં મોત 10થી વધુ ઘવાયા
પંચમહાલના ગોધરામાં ગોધરા- દાહોદ નજીક લકઝરી બસે સવારે પલટી ખાતા બે વ્યકિતના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા છે.

10 ડિસેમ્બરે પીએમ મોદી કરશે ગુજરાતની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. જ્યાં તેઓ ડીસા ખાતે ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપી નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઇ છે. ત્યારે 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવનારા દિવસોમાં વધુ મુલાકાતો કરશે તે વાતમાં કોઇ શંકા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
