ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
કેશોદ પાસે દિપડો પકડાયો, ગુજરાતમાં ત્રણ અલગ અલગ જગ્યાએ થયા ગોજારા અકસ્માત...ગુજરાતના આવા મહત્વપૂર્ણ સમાચારો વિગતવાર વાંચો અહીં...
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

RTI એક્ટિવિસ્ટ મહેશ પર થયેલ હુમલો, જિજ્ઞેશ મેવાણી મળવા પહોંચ્યો
કોડીનારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણા પર થયેલા હુમલા સંદર્ભે આજે કોડીનારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ભીમ સેના દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ અમદાવાદથી કોડીનાર આવી પીડિત સાથે મુલાકાત કરી હતી.

ઇન્ડિકા કારમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં.
ભરૂચની નર્મદા ચોકડી ખાતે વહેલી સવારે અચાનક જ ઇન્ડિકા કારમાં લાગવાનો બનાવ બન્યો હતો. આ ધટનામાં કોઇ જાનહાનિ નહતી થઇ. પણ આગ કયા કારણો સર લાગી તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

ONGCની રીંગથી ચોરી કરતા ડિઝલ ચોરો રંગે હાથે પકડાયા
ભરૂચમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા પખાજણ ગામની સીમ માંથી ઓ.એન.જી.સી. ની રીગ માંથી ડીઝલ ચોરી કરતા 3 આરોપીઓની કારી ધરપકડ કરાઇ છે. જે બાદ ચોરી કરેલ કુલ 640 લીટરના ડીઝલના કેરબા સહિત છોટા હાથી ટેમ્પા સાથે રંગે હાથ આરોપીઓને ઝડપી પડ્યા છે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. દિનેશજી શર્મા ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ડો. દિનેશજી શર્મા આજથી ૪ દિવસ ગુજરાતના પ્રવાસે. આજે રાત્રે 9 વાગે તે અમદાવાદ પહોંચશે. જે બાદ તે 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રદેશ પ્રભારીઓનું માર્ગદર્શન કરશે.

અમદાવાદમાં સીએ યુવકની અકસ્માતમાં મોત, 24000 રૂપિયા ગાયબ
અમદાવાદના વડાજ દાંડીપુલ પાસે થયેલા એક ગોજારા અકસ્માતમાં 22 વર્ષિય દિપેન જિતેન્દ્ર પંચાલ નામના સીએ યુવકનું મોત થયું છે. ડમ્પર ચાલક દ્વારા થયેલા અકસ્માતમાં પોલિસે ડ્રાઇવરને ઝડપી લીધો છે. જો કે જે વખતે યુવકનો અકસ્માત થયો તે વખતે તે બેંકની 24000 રૂપિયાની રોકડ લઇને પરત ફરી રહ્યો હતો. પણ અકસ્માત પછી રોકડ રકમ ગાયબ હોવાથી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા પાસે થયો ગોજારો અકસ્માત, 4ની મોત 15 ઇજાગ્રસ્ત
શુક્રવાર રાતે મહેસાણા જિલ્લાના વસઇ ગોજારિયા રોડ પર ખાનગી બસ, બાઇક અને ગાડી વચ્ચે થયેલા ગોજારા અકસ્માતમાં ચાર લોકોના ધટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ધટના બાદ ઇજાગ્રસ્તોને પાસેથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પાસેથી દિપીડો પાંજરામાં પકડાયો
કેશોદ પાસેના વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી આતંક મચાવી રહેલા દિપીડાને પકડવા માટે વનવિભાગે અલગ અલગ જગ્યાએ પાંજરા મુક્યા હતા. ત્યારે શુક્રવારે રાતે કેશોદના મનેકવાડા ગામમાં ભૂપત ભાઇની વાડીમાં રાખવામાં આવેલા પાંજરામાં ખૂંખાર દિપડો પકડાઇ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
