વડોદરાઃ 28મીએ લોકાર્પણ, 150 વર્ષ જૂનો બંગલો બનશે વિવેકાનંદ મેમોરિયલ
વડોદરા, 22 ઓક્ટોબરઃ વડદોરા ખાતે આવેલા 150 વર્ષ જૂના દિલારામ બંગલોને છેલ્લા છ મહિનાથી રિનોવેશન અર્થે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બંગલો આવતા અઠવાડિયે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ તરીકે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ મેમોરિયલનું ઉદ્ઘાટન અને લોકાર્પણ 28 ઓક્ટોબરના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી વાગીશાનંદજીના હસ્તે કરવામાં આવશે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડના દિવાન મણિલાલ જશભાઇનું આ એક સમયે રહેઠાણ હતું, જેના જીર્ણોદ્ધાર માટે એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવશે. કુલ એક કરોડ રૂપિયાના ખર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા 62 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે અન્ય રકમને દાનપેટે વસુલવામાં આવી છે, તેમ નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે.
નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીના યાદોના ભાગરૂપે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ બંગલો રામકૃષ્ણ મિશનને આપવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદે ભારતના અન્ય ભાગો સહિત ગુજરાતભરમાં પરિવ્રજકા તરીકે ત્રણ વર્ષ પ્રવાસ કર્યો હતો, જે દરમિયાન તેઓ ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા. અમદાવાદ, લિંબડી, જુનાગઢ, દ્વારકા, સોમનાથ, જામનગર, પોરબંદર, ભુજ, નરાયાણ સરોવર, ભાવનગર, પાલિતાણા, નડિયાદ સહિતના અન્ય સ્થળોની મુલાકાત લીધા બાદ તેઓ એપ્રિલ 1892માં વડોદરા આવ્યા હતા, જે એ સમયે બરોડા તરીકે ઓળખાતું હતું અને તેઓ વડોદરાના દિવાન કે જેઓ આ બંગલોમાં રહેતા હતા તેમને ત્યાં રોકાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
