વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ આણંદ કાર્યક્રમમાં 1495 કરોડનાં એમઓયુ થયા
વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ક્રમમાં આણંદ ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 'વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ આણંદ કાર્યક્રમ યોજાયો હતો.
આણંદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના 78 એકમો સાથે રૂપિયા 1495 કરોડનાં એમઓયુ સાઈન કરવામાં આવ્યા.

અહીં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 20 વર્ષ બાદ વટવૃક્ષ બની દેશની સાથે વિશ્વભરના રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષી રહ્યું છે.
તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતના લીધે આજે ગુજરાત રોકાણકારો માટે બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનવાની સાથે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરીણામે દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮.૪ ટકા થયો છે, આ ઉપરાંત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને દેશની કુલ નિકાસમાં ૩૩ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે.
તેમણે કહ્યું કે, આવનારા વર્ષોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનીને વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારો સામે અને ગ્લોબલ સસ્ટેનેબીલિટીમાં પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે. અહીં તેમણે ગુજરાત પોતાની આવી ક્ષમતાઓ ઉજાગર કરીને દુનિયાના દેશો માટે ગેટ વે ટુ ધી ફ્યુચર બનવા સજ્જ હોવાનો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
આણંદના ઔદ્યોગિક વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે, દેશને શ્વેતક્રાંતિની ભેટ આપનાર અમુલ દેશની સૌથી મોટી દુધ ઉત્પાદક કંપની બની છે, જેણે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. મિલ્કસિટી તરીકે ઓળખાતા આણંદ જિલ્લાએ એન્જીનિયરીંગ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, ડેરી ઉદ્યોગ, ખેત ઉત્પાદન સહિતના ક્ષેત્રે પણ ઉડીને આંખે વળગે તેવો વિકાસ કર્યો છે.
અહીં સાંસદ મિતેષ પટેલે જણાવ્યું કે, બે દાયકા પૂર્વે શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની સફર બહુ જ નાના પાયે અમદાવાદ ખાતેથી શરૂ થઈને આજે વિશ્વના મુખ્ય ફલક પર પહોંચી છે તે આપણા સૌના માટે ગર્વની બાબત છે. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ આણંદનો આ કાર્યક્રમ આપણને એ જ સફરને આગળ ધપાવવા માટે પ્રેરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
