અમદાવાદમાં દબદબાભેર નિકળશે 136મી રથયાત્રા
અમદાવાદ, 6 જુલાઈ : સમગ્ર અમદાવાદ પોતાનો નગરોત્સવ ઉજવવા આતુર અને થનગની રહ્યું છે. શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક અને પારમ્પરિક દિવ્ય અને ભવ્ય 136મી રથયાત્રા આગામી 10 જુલાઈ બુધવારના રોજ દબદબાભેર નિકળશે. રથયાત્રાની પરમ્પરા મુજબ તમામ શ્રદ્ધાળુઓ રથયાત્રામાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ, ભક્તિ, સદ્ભાવના, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજે લોકોને અપીલ કરી છે. રથયાત્રા ભારતીય લોક સંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતીક છે. બે ભાઇઓ સાથે તેમની બહેનની પણ પૂજા થતી હોય, તેવો આ એક જ પુણ્યોત્સવ છે. લાખોની સંખ્યામાં લોકો તેમાં ભાઈ લેશે.

જગન્નાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે શહેર પોલીસ કમિશ્નરે વ્યવસ્થાપક કમિટીની અરજીને ધ્યાને લઈ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા તેના અસલ પરમ્પરાગત માર્ગો ઉપર જ ફરશે. તેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર બાદ 98 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન પંડળીઓ સાથે 3 બૅન્ડવાજા વાળા રહેશે. સાધુ-સંતો, ભક્તો સાથે 1000થી 1200 ખલાસી ભાઇઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2000 સાધુ-સંતો આવશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે સાધુ-સંતો ઉમટી પડશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 10મી જુલાઈના રોજ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથનો રથ ખેંચી પરમ્પરાગત પહિંદ વિધિ કરશે. આ સાથે જ રથયાત્રાનો આરંભ થશે. જગન્નાથ મંદિરમાંથી છેલ્લા 135 વરસથી રથયાત્રા નિકળતી રહી છે અને આ વખતે 136મી રથયાત્રા નિકળશે. આ વર્ષે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્યનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે સમગ્ર રથયાત્રા દરમિયાન 25 હજાર કિલો મગ, 400 કિલો જાંબુ, 200 કિલો કેરી, 200 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપર્ણા પ્રસાદમાં વહેંચાશે.
રથયાત્રાનું સમય-પત્રક
સવારે 07.00 : મંદિરથી રથયાત્રાનો શુભારંભ
સવારે 09.00 : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન
સવારે 09.45 : રાયપુર ચકલા
સવારે 10.30 : ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 : કાલૂપુર સર્કલ
બપોરે 12.00 : સરસપુર રણછોડ રાય મંદિર
બપોરે 01.30 : સરસપુરથી પરત
બપોરે 02.00 : કાલૂપુર સર્કલ
બપોરે 02.30 : પ્રેમ દરવાજા
બપોરે 03.15 : દિલ્હી ચકલા
બપોરે 03.45 : શાહપુર દરવાજા
સાંજે 04.30 : આર. સી. હાઈસ્કૂલ
સાંજે 05.00 : ઘીકાંટા
સાંજે 05.45 : પાનકોર નાકા
સાંજે 06.30 : માણેકચોક
રાત્રે 08.30 : નિજ મંદિરે પરત
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
