ડાંગના ધારાસભ્ય વિજય પટેલ દ્વારા સૂચવાયેલા ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના રસ્તા મંજુર કરાયા
ડાંગના ધારાસભ્ય વિજય પટેલે સૂચવેલા જિલ્લાના ૧૭ જેટલા આંતરિક માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો આપતા ધારાસભ્યએ જણાવ્યું કે, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના ૧૭ જેટલા માર્ગો રૂપિયા ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે મંજૂર કરી તેને જોબ નંબર ફાળવવા અંગેનો મુખ્યમંત્રીનો પત્ર તેમને મળવા પામ્યો છે.

તેમને સુચવેલા માર્ગોમાં (૧) ગડદ થી ડોન, (૨) વઘઈ-દોડીપાડા-દગડીઆંબા-ભેંડમાળ રોડ, (૩) લવચાલી-ઘાણા, (૪) મેઇન રોડ ટુ સરવર, (૫) માલેગામ-ગોટીયામાળ-સોનુનિયા- હુંમ્બાપાડા રોડ, (૬) આહિરપાડા-ઝરી-વાડયાવન રોડ, (૭) ભેંસકાતરી- કાકરદા-ભોંગડીયા-એન્જિનપાડા રોડ, (૮) ઢોંગીઆંબા-લહાનકસાડ-મોટી કસાડ રોડ, (૯) બોરિગાંવઠા-મહારાઈચોંડ રોડ, (૧૦) આહેરડી-નડગચોંડ રોડ, (૧૧) કસાડબારી-હાડોળ રોડ, (૧૨) ઘોઘલી-કાસવદહાડ-સુંદા-વાસુર્ણા-ચીખલી રોડ, (૧૩) માછળી-ખાતળ રોડ, (૧૪) સાતબાબલા વી.એ. રોડ, (૧૫) ભવાનદગડ-ધૂળચોંડ-આમસરવલણ રોડ, (૧૬) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, તથા (૧૭) ઈસખંડી વી.એ. રોડ મળી કુલ ૧૭ માર્ગો કે જેની લંબાઈ ૧૧૯.૦૭ કિલોમીટર છે તે મંજૂર થયા છે.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબીરના ગ્રામીણ વિસ્તારો માટે અતિ ઉપયોગી એવા આ માર્ગો મંજૂર થતાં અહીંના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
