બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹.૧૧.૬૦ કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી
કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુલીટીના ધ્યેયમંત્ર સાથે અસરકારક કામગીરી કરતી આવી છે ત્યારે આવી ઘટનાઓ દરમિયાન રાજ્યના નાગરિકને સહેજ પણ આર્થિક કે શારિરીક નુકશાન થાય તેવા તમામ કિસ્સામાં તેની પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે.

તાજેતરમાં ગુજરાત થી પસાર થયેલા બીપરજોય વાવાઝોડાથી ગુજરાતના જે ૧૦ અસરગ્રસ્ત જીલ્લાઓમાં નુકશાન થયું હતું તેવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત કુલ રૂ.૧૧.૬૦ કરોડની ત્વરીત નુક્શાન વળતર સહાય ચુકવી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલ ત્વરિત સહાયની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, કેશડોલ્સના ૧,૧૨,૬૫૩ કેસોમાં રૂા.૩.૫૨ કરોડની સહાય , ઘરવખરીના ૩૯૫ કેસોમાં રૂા.૨૦.૨૭ લાખની સહાય, પશુ સહાયના ૨,૮૫૮ કેસોમાં રૂા.૪.૪૧ કરોડની સહાય, આંશિક પાકા મકાન સહાયના ૯૧૪ કેસોમાં રૂા.૧.૧૪ કરોડની સહાય, આંશિક કાચા મકાન સહાયના ૨,૧૦૧ કેસોમાં રૂા.૧.૬૮ કરોડની સહાય ચુકવવામાં આવી છે.
તદ્ઉપરાંત ઝુંપડા સહાયના ૨૫૭ કેસોમાં રૂા.૨૧.૮૨ લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ પાકા મકાનના ૬ કેસોમાં રૂા.૫.૧૦ લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ કાચા મકાનના ૨૪ કેસોમાં રૂા.૧૩.૪૦ લાખની સહાય, ઢોરના શેડની સહાયના ૪૩૨ કેસોમાં રૂા.૨૦.૭૭ લાખની સહાય તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ વાવાઝોડા દરમિયાન ૧૫ વ્યક્તિઓને થયેલી ઇજામાં સારવાર પેટે રૂ. ૭૨ હજાર મળીને કુલ રૂ. ૧૧ કરોડ ૬૦ લાખથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી હોવાનું મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
