1.19 કરોડ લાભાર્થીઓએ લીધો લાભ, જાણો શું છે ખિલખિલાટ વાન?
What is Khilkhilat Van: રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબદ્ધ છે.
આ ઉમદા હેતુમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે, રાજ્ય સરકારનો જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK). જેના અંતર્ગત 4 સપ્ટેમ્બર 2012 થી સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓ માટે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી.
વેસ્ટ માંથી બેસ્ટ અને રીયુઝની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ આજે કરોડો સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ તેમજ નવજાત શિશુઓના જીવનમાં ખિલખિલાટ લાવી રહી છે.
આ યોજના અંતર્ગત જાહેર આરોગ્ય સંસ્થામાં પ્રસુતિ પછી માતા અને નવજાત શિશુને આરોગ્ય સંસ્થાથી ઘરે પરત મુકવાની (ડ્રોપ બેક) મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે.
હાલ રાજ્યના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશનમાં કુલ 414 ખિલખિલાટ વાહન લાભાર્થીઓને નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મોટાભાગના ખિલખિલાટ વાહનો એક કરતા વધુ સુવિધા આપે છે.

નાણાકીય વર્ષ 2023-24માં 414 ખિલખિલાટ વાન દ્વારા 2000 થી વધારે હાઇ વર્ક લોડ આરોગ્ય સંસ્થાના (MCH, DH, SDH, CHC, PHC, UPHC) લાભાર્થીઓને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત, પ્રસુતિ પહેલા (ANC) અને પ્રસુતિ પછીની (PNC) તપાસ અને સેવાઓ મેળવવા માટે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ઘરેથી આરોગ્ય સંસ્થા અને આરોગ્ય સંસ્થાથી ઘરે પીક અપ અને ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2012થી અત્યાર સુધીમાં કુલ 11996718 લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવી છે.
જેમાં 5043110 સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, 1203694 ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને 3266360 નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેકની સેવાઓ અને 2372689 PNC માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.
વર્ષ 2023-24 દરમિયાન, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ કુલ 1845984 લાભાર્થીઓને ખિલખિલાટ વાહનો દ્વારા મફત પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
જેમાં 978477 સગર્ભા માતાઓને ANC ચેક-અપ માટે, 310201 ધાત્રી માતાઓને PNC ચેક-અપ માટે અને 399254 નવજાત શિશુઓને ચેકઅપ માટે પીક અપ અને ડ્રોપ બેકની સેવાઓ અને 155948 પોસ્ટનેટલ માતાઓ અને નવજાત શિશુઓ સંસ્થાકીય ડિલિવરી પછી આરોગ્ય સંસ્થાથી ઘર સુધીની ડ્રોપ બેક સેવાઓ આપવામાં આવી છે.
હાલ રાજ્યમાં 414 ખિલખિલાટ વાહનો સેવામાં કાર્યરત છે. જે રાજ્યની તમામ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે. મફત પરિવહન પ્રદાન કરવાથી લાભાર્થીઓ આરોગ્યસંભાળ સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત થાય છે.
🔹વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ 12 વર્ષમાં 1.19 કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી "ખિલખિલાટ"
— Info Ahmedabad GoG (@infoahdgog) December 5, 2024
🔹ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી "ખિલખિલાટ" વાન.
🔹રાજ્યમાં કુલ 414 "ખિલખિલાટ" વાહન સેવારત. pic.twitter.com/6PQiQviroc
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
