Viral Video: અમદાવાદ DCPની ઓફિસમાં ભાજપ કાર્યકરે ઉજવ્યો બર્થ ડે, વીડિયો વાયરલ
Viral Video: હાલ સોશિયલ મીડિયા પર પોલીસ સ્ટેશનમાં બર્થ ડેની ઉજવણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દરિયાપુરમાં આવેલી એસીપીની ચેમ્બરનો છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, IPS ઓફિસર ડૉ. કાનન દેસાઇએ તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતા SP ની ચેમ્બરમાં તમામ PI ને ભેગા કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ સાથે લોકો પોલીસ અધિકારીના આવા વલણની આકરી ટીકા પણ કરી રહ્યા છે. આ સાથે લોકો એવા સાવલ પણ ઉઠાવી રહ્યા છે કે, ભાજપના કાર્યકર્તાઓ પોલીસ ચેમ્બરમાં આવીને કેક સાથે ઉજવણી કરે, તે કેટલે અંશે યોગ્ય છે?
ઝોન 4 DCP કાનન દેસાઇ પોતાના સહ પોલીસ કર્મચારીઓ સાથે મળીને SP ઓફિસમાં દેખાઈ રહ્યા છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હિમાંશુ ચૌહાણ અને લોક કલાકાર તેમજ ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશ ગઢવી પણ જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં ઝોન- 4 DCP કાનન દેસાઇ, SP સહિત તમામ PI હેપ્પી બર્થ ડે ટુ યુનું ગીત ગાઈ રહ્યા છે. જે દરમિયાન ભાજપના કાર્યકર્તા હિમાંશુ ચૌહાણ કેક કાપતા જોવા મળી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો ખુદ ભાજપના નેતા દ્વારા ફેસબુક પર પોસ્ટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ અંગે DCP કાનન દેસાઇનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મારે આ મુદ્દે કંઇ જ કહેવાનું આવતું નથી.
જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકને સોશિયલ મીડિયામાં ફરતા આ વાયરલ વીડિયોની જાણ થઈ છે. તેમણે આ વીડિયો અંગે તમામ માહિતી મેળવીને તપાસ કરાવવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું છે.
ગજબ છે હો..!અમદાવાદ ભાજપ ના એક કાર્યકર નો જન્મદિવસ એક ઉચ્ચ પોલીસ અધિકારીની ચેમ્બરમાં ઉજવાયો.. સિનિયર અધિકારીઓની હાજરીમાં હેપી બર્થ ડે નું ગીત પણ ગવાયું.. કેક કટીંગ નો વિડીયો થયો વાયરલ pic.twitter.com/d4QLAjP0T7
— Deepak rajani (@deepakrajani123) June 28, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
