Viral News : ઝોમેટોમાંથી મંગાવ્યું, બિલ જોઇને ભડકી અમદાવાદી છોકરી, લખી નાંખી આવી વાત
Viral News : વર્તમાન સમયમાં ઝોમેટોમાંથી ફુડ ઓર્ડર કરવા માટે જાણીતું છે. આવામાં ગુજરાતના અમદાવાદ શહેરમાં એક છોકરીએ ઝોમેટોએ મોકલેલું બિલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. જે બાદ આ તેની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ છોકરી તેના ફુડ બિલ પર કંન્ટેનર ચાર્જને કારણે રોષે ભરાઇ હતી. જેની ફરિયાદ તેણે ટ્વિટર પર કરી હતી. જેના પર ઝોમેટો કેર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.
અમદાવાદની ખુશ્બુ ઠક્કરે પરંપરાગત ગુજરાતી વાનગી દૂધી થેપલાનો ઓર્ડર આપ્યો, જેની કિંમત 60 રૂપિયા છે. ત્રણેય જથ્થાનો કુલ રૂપિયા 180 હતો. જોકે, ઓર્ડર પર 60 રૂપિયાની વધારાની કન્ટેનર ફી પણ લાદવામાં આવી હતી.

Zomato પરથી મંગાવ્યું હતું, બિલ જોઈને છોકરી ગુસ્સે થઈ ગઈ - છોકરીએ જ્યારે પોતાના Zomato ફૂડ બિલ પર નજર નાખી તો તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ટેક્સ પહેલાં વધારાની કન્ટેનર ફી વસૂલવામાં આવી હતી, જે કુલ રકમ રૂપિયા 249 પર પહોંચી ગઈ હતી.
ખુશ્બુ ઠક્કર નારાજ હતી કે, કન્ટેનરનો ચાર્જ તેણીએ ઓર્ડર કરેલા ખોરાકની સાથે હોવો જોઈએ. તેમણે X પર પોસ્ટ કર્યું હતું, કંટેનરનો ચાર્જ એ ખાદ્ય ચીજવસ્તુ જેટલો છે જે મેં રૂપિયા 60 પ્રતિ પીસમાં ઓર્ડર કર્યો હતો? રિયલી?
Zomato Care પણ આ પોસ્ટ પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. જવાબ જોઈને ઘણા લોકોને લાગ્યું કે, ઝોમેટોએ દુકાનદાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો અને જણાવ્યું હતું કે, આમાં મારે શું કરવું જોઈએ?
લોકોએ પોસ્ટ પર આપેલી કેટલીક પ્રતિક્રિયાઓ - Zomato Care એ યુઝરને જવાબ આપ્યો અને લખ્યું હતું કે, હાય ખુશ્બૂ, ટેક્સ સાર્વત્રિક છે અને ખોરાકના પ્રકાર પર આધાર રાખીને ટેક્સ 5-18 ટકા સુધી બદલાય છે. અમારા રેસ્ટોરન્ટ પાર્ટનર્સ દ્વારા પેકેજિંગ ચાર્જ વસૂલવામાં આવે છે, તેઓ આ બાબતોનો અમલ કરે છે અને તેમાંથી કમાણી કરે છે. આ પોસ્ટ જોઈને ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
Container charge is equivalent to the item that I have ordered
— Khushboo Thakkar (@khush_2599) August 2, 2023
₹60 for the container charge
Seriously?? @zomato @zomatocare @zomato#zomato #zomato pic.twitter.com/2ceQFgiB5h
એક યુઝરે લખ્યું હતું કે, એક રીતે, તેઓ જે ખાદ્યપદાર્થો વેચી રહ્યા છે, તે મોંઘું છે અને આ એક ગેરવાજબી વધારો છે, આપણે હવે વિચારવું જોઈએ અને તેમની પાસેથી ઓર્ડર આપવાનું બંધ કરવું જોઈએ. હમણાં માટે તમારે ચોક્કસપણે કન્ટેનરનું નામ જોવું જોઈએ જે વધારાની કિંમત લેવામાં આવી તે રિફન્ટ થવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
