બાંદ્રા-બાડમેર રૂટ પર બે નવી સાપ્તાહિક ટ્રેનોની જાહેર, જાણો સ્ટોપેજ
Ahmedabad: પશ્ચિમ રેલવેએ મંગળવારના રોજ બાંદ્રા અને બાડમેર વચ્ચે બે સાપ્તાહિક ટ્રેનોની જાહેરાત કરી હતી, જે ગુજરાતના અનેક જિલ્લામાંથી પસાર થાય છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ, બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે હમસફર સાપ્તાહિક એક્સપ્રેસની 02 જોડી રજૂ કરવામાં આવી છે, અને તેમની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 12997 / 12998 બાંદ્રા ટર્મિનસ - બાડમેર હમસફર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 12997 બાંદ્રા ટર્મિનસ - બાડમેર હમસફર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી દર બુધવારે 23.55 કલાકે ઉપડશે. અને બીજા દિવસે 17.55 કલાકે બાડમેર પહોંચશે.
આ ટ્રેન 3જી જાન્યુઆરી, 2024થી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 12998 બાડમેર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે બાડમેરથી 22.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરી, 2024થી દોડશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, બલોત્રા અને બાયતુ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 - ટાયર અને સ્લીપર ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 19009 / 19010 બાંદ્રા ટર્મિનસ - બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ
ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ - બાડમેર હમસફર સાપ્તાહિક એક્સપ્રેસ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે. અને બીજા દિવસે 13.30 કલાકે બાડમેર પહોંચશે. આ ટ્રેન 5મી જાન્યુઆરી, 2024થી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19010 બાડમેર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર શનિવારે બાડમેરથી 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 6 જાન્યુઆરી, 2024થી દોડશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, બલોત્રા અને બાયતુ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 - ટાયર અને સ્લીપર ક્લાસ કોચનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 12997 અને 19009 માટેનું બુકિંગ 3જી જાન્યુઆરી, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખુલશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
