અમદાવાદમાં આજે અને કાલે તાપમાન રહેશે સામાન્ય, બે દિવસ બાદ વધશે ઠંડી
Weather Update: રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે. વહેલી સવારે શિયાળાની અસર જોવા મળી રહી છે. ત્યારે ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવે ગુજરાતીઓએ આગામી સમયમાં વધુ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
જો વાત કરીએ અમદાવાદની તો, આજે એટલે કે 19 નવેમ્બર, 2024ના રોજ 27.52 °C છે, જો કે, આ તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે છે. દિવસ દરમિયાન લધુત્તમ તાપમાન 20.02°C થઈ શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 31.41°C થઈ શકે છે. જ્યારે પવનની ગતિની ઝડપ 30 કિમી પ્રતિકલાક થઈ શકે છે. જોકે, આજનું હવામાન સ્વચ્છ રહી શકે છે.
અમદાવાદની હવાની ગુણવત્તા મધ્યમ
આવતીકાલે અમદાવાદનું તાપમાન લઘુત્તમ તાપમાન 21.46°C અને મહત્તમ તાપમાન 31.57°C રહી શકે છે.અમદાવાદમાં AQIની વાત કરીએ તો, આજે AQI 157.0 છે, જે મુજબ અમદાવામાં હવાની ગુણવત્તા મધ્યમ હોવાનું જાણવા મળે છે.

બે દિવસ રહેશે સૂકુ વાતાવરણ
હવામાન અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યનું વાતાવરણ આગામી સમયમાં સૂકુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેવાની શક્યતા છે. જો કે, આગામી બે દિવસ વાતાવરણ યથાવત રહેશે, જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. જો કે, આ દરમિયાન રાજ્યનું વાતાવરણ ચોખ્ખુ રહેશે.
આગામી સમયમાં ફૂંકાશે ઠંડા પવન
ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હાલરાજ્યમાં ઉત્તર તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે રાજ્યમાં પણ ઠંડા પવન આવશે. હાલ રાજ્યમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવાની દિશા બદલાઈને ઉત્તર તરફ થશે ત્યારે બાદ ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
