કોરોનાને પગલે અમદાવાદમાં કોર્પોરેશનનું લગ્ન પ્રસંગોમાં સરપ્રાઈઝ ચેકિંગ!

હાલ રાજ્યમાં લગ્નની સિઝન છે ત્યારે રાજ્યમાં મહાનગરોમાં પણ મોટા પાયે લગ્નો યોજાઈ રહ્યાં છે. આ લગ્ન વચ્ચે કોરોના વાયરસ માથુ ન ઉચકે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

અમદાવાદ : કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને પગલે અમદાવાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યુ છે. એક તરફ દુનિયાભરમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી દહેશતનો માહોલ છે ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન પણ ગંભીરતા દાખવી રહ્યું છે.

amc

હાલ રાજ્યમાં લગ્નની સિઝન છે ત્યારે રાજ્યમાં મહાનગરોમાં પણ મોટા પાયે લગ્નો યોજાઈ રહ્યાં છે. આ લગ્ન વચ્ચે કોરોના વાયરસ માથુ ન ઉચકે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી લગ્ન પ્રસંગોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીને જોતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા લગ્ન પ્રસંગો માટે વિશેષ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. કોર્પોરેશન તકેદારી રાખી રહ્યું છે કે આ તમામ ગાઈડલાઈનનું ચોક્કસ પાલન થાય, જેથી કોરોના સામે લડાઈને આશાન બનાવી શકાય.

આજે અમદાવાદ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા લગ્ન પ્રસંગોમાં પહોંચી કોરોના વેક્શિનેશન સર્ટી ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિર્ધારિત સંખ્યા કરતા વધુ લોકો બાબતે પણ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.

એક તરફ ચેકિંગ તો બીજી તરફ વેક્શિન ન લેનારા લોકોને સાથે સાથે વેક્શિન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકો વેક્શિન લીધા વગર પહોંચ્યા હતા તેમને સ્થળ પર જ વેક્શિન આપી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X