Flower Show 2026: આવતીકાલથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો ટિકિટના ભાવ
Flower Show 2026: અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા ભવ્ય 'ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026'નો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વર્ષે ફ્લાવર શો વધુ નવીન આકર્ષણો અને ભવ્ય પ્રતિકૃતિઓ સાથે નાગરિકો માટે ખુલ્લો મૂકાશે.

કુલ 6 થીમ આધારિત ઝોનમાં વહેંચાયેલું આકર્ષણ
આ વખતનો ફ્લાવર શો ભારતીય સંસ્કૃતિ, શક્તિ અને આધુનિક વિકાસની ઝલક આપતા 6 અલગ-અલગ ઝોનમાં તૈયાર કરવામાં આવ્યો છે.
- ઝોન 1 (ભારતના તહેવારો): દિવાળી, ઉત્તરાયણ અને હોળી જેવા તહેવારોની પુષ્પોથી બનેલી પ્રતિકૃતિઓ.
- ઝોન 2 (કલા અને સંગીત): ગરબા, નટરાજ અને વિવિધ ભારતીય વાદ્યોના ફૂલોના મોડેલ્સ.
- ઝોન 3 (પૌરાણિક કથાઓ): સમુદ્ર મંથન, ગીતા સાર અને રામસેતુ જેવી પ્રાચીન ગાથાઓને જીવંત કરાઈ છે.
- ઝોન 4 (વર્લ્ડ રેકોર્ડ): ગિનિસ બુકમાં સ્થાન પામી શકે તેવી 40 મીટર લાંબી પુષ્પ દીવાલ અને સૈન્ય શક્તિનું પ્રદર્શન.
- ઝોન 5 (બાળકોનું વિશ્વ): સ્પાઈડરમેન, કૃષ્ણ અને પેપ્પા પિગ જેવા કાર્ટૂન પાત્રોની મનમોહક પ્રતિકૃતિઓ.
- ઝોન 6 (આધુનિક ભારત): બુલેટ ટ્રેન, મેટ્રો કોચ અને રોકેટ જેવી ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓનું પ્રદર્શન.
ટિકિટના દરો અને સમય
ફ્લાવર શોમાં મુલાકાતીઓ માટે નીચે મુજબના ટિકિટ દરો નક્કી કરવામાં આવ્યા છે:
દિવસ | ઉંમર (12 વર્ષથી ઉપર)
સોમવારથી શુક્રવાર | ₹ 80
શનિ-રવિ અને જાહેર રજાઓ | ₹ 100
કોને મળશે ફ્રી એન્ટ્રી (નિઃશુલ્ક પ્રવેશ)?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક વર્ગો માટે મફત પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે.
- 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે.
- AMC સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફ્રી એન્ટ્રી.
- દિવ્યાંગ વ્યક્તિઓ અને સૈનિકો માટે પ્રવેશ ફ્રી રહેશે. (નોંધ: ખાનગી શાળાના બાળકો માટે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી માત્ર ₹10ની ટિકિટ રહેશે.)
ઓનલાઈન ટિકિટ કેવી રીતે બુક કરવી?
મુલાકાતીઓ ભીડથી બચવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. તેના માટે QR કોડ સ્કેન કરીને નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરી પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ઈ-ટિકિટ મળી જશે. જો ટિકિટ ન મળે તો પોર્ટલ પર 'ડાઉનલોડ ટિકિટ' સેક્શનમાં જઈને મેળવી શકાશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
